તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરવે:મુંબઈમાં વાહનોની નોંધણીની સંખ્યા સૌથી વધારે

મુંબઈ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શહેરમાં વાહનોની સંખ્યા 40 લાખની નજીક

મુંબઈમાં લોકસંખ્યા જેમ જેમ વધી રહી છે એ સાથે જ વાહનોની સંખ્યા પણ મોટા પ્રમાણમાં વધી રહી છે. વાહન નોંધણીની ઝડપ એટલી છે કે શહેરમાં સૌથી વધુ વાહનોની નોંધણી થયાનું પ્રકાશમાં આવ્યું છે. ખાસ વાત એટલે રાજ્યના આર્થિક સર્વેક્ષણમાં મુંબઈમાં અન્ય રાજ્યોની સરખામણીએ 10 ટકા કરતા વધુ વાહનોની નોંધણી થતી હોવાનું જાહેર થયું છે. તેથી મુંબઈગરાઓને સતાવતી ટ્રાફિક જામ અને પ્રદૂષણની સમસ્યા એમાંથી નિર્માણ થઈ છે. મુંબઈમાં ઝડપથી વધતો વાહનોની નોંધણીનો દર ભવિષ્ય માટે જોખમની ઘંટડી હોવાથી શહેરની સમસ્યામાં ઉમેરો થશે.

મુંબઈમાં વાહનોની સંખ્યા 40 લાખની નજીક પહોંચી છે. રાજ્યના આર્થિક સર્વેક્ષણમાં આ બાબત પ્રકાશમાં આવી છે. એમાં રાજ્યના કુલ વાહનોની સંખ્યામાંથી 10 ટકા કરતા વધુ વાહનોની નોંધણી મુંબઈમાં થતી હોવાનું જણાયું છે. અત્યારે મુંબઈમાં લગભગ 40 લાખ જેટલા વાહનો છે. રાજ્યમાં કુલ વાહન નોંધણીમાંથી 10.3 ટકા નોંધણી ફક્ત મુંબઈ શહેરમાં થાય છે. ટુવ્હીલરની સંખ્યા પણ ગયા વર્ષે 3 ટકા વધી હતી. એના લીધે મુંબઈમાં ટુવ્હીલરની સંખ્યા 23.6 લાખ પર પહોંચી છે. મુંબઈમાં અત્યારે 12.8 હળવા વાહન છે. એમાં 11 લાખ ખાનગી વાહન છે.

મુંબઈમાં વાહનવ્યવહાર યોગ્ય કરવા માટે બે જ વિકલ્પ હોઈ શકે છે. એમાં મુંબઈની પાર્કિંગની સમસ્યા ઉકેલવી પડશે અને બીજી એટલે મુંબઈમાં સાર્વજનિક બસ પરિવહન માટે એક અલાયદી લેન રાખવી. એ સાથે જ વાહનવ્યવહાર યોગ્ય રાખવા માટે રસ્તા પર બસોની સંખ્યા વધારવી જોઈએ એમ પરિવહન નિષ્ણાતો જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો