તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણી પુરવઠો:મુંબઈમાં રોજ માથાદીઠ સરેરાશ 188 લિટર પાણીનો પુરવઠો

મુંબઇ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિન- ઝૂંપડપટ્ટી ક્ષેત્રમાં 150 લિટર- ઝૂંપડપટ્ટી ક્ષેત્રમાં 45 લિટર પુરવઠો

મુંબઈમાં સામાન્ય રીતે રોજ માથાદીઠ સરેરાશ 188 લિટર પાણીનો પુરવઠો થાય છે, જે ભારતીય માપદંડ કરતાં 135 લિટર વધુ છે. જોકે બિન- ઝૂંપડપટ્ટી ક્ષેત્રમાં150 લિટર પુરવઠો થાય છે, જ્યારે ઝૂંપડપટ્ટી ક્ષેત્રમાં મીટર જોડાણ દ્વારા 45 લિટર પુરવઠો થાય છે, એવી માહિતી સર્વેક્ષણ કરનારી સેવાભાવી સંસ્થા પ્રજાના ટ્રસ્ટ મંડળના સભ્ય નિતાઈ મહેતાએ મંગળવારે આંકડાવારી આપતાં જણાવ્યું હતું.

પાણીની જરૂર પૂરી કરવા માટે ઝૂંપડાવાસીઓને ટેન્કર અથવા અન્ય સ્રોતો પર આધાર રાખવો પડે છે, જેનો ખર્ચ માસિક રૂ. 500- 550 જેટલો આવે છે. આથી જ આ નાગરિકો માટે મીટરયુક્ત નળજોડાણ વધારવાં જોઈએ, જેથી તેમને માસિક રૂ. 14.54ના માફક દરે પાણી પુરવઠો મળી શકે.

ઘેર ઘેર જઈને કચરો સંકલનનો ઉદ્દેશ 2019-20 સુધી 100 ટકા સાધવાનો દાવો મહાપાલિકા કરી રહી છે, પરંતુ 2020માં કચરો ઊંચકવામાં આવતો નથી એવી ઘન કચરા વ્યવસ્થાપન બાબતની 34 ટકા ફરિયાદો દાખલ થઈ છે. અર્થાત આ વર્ષમાં મહાપાલિકા પર મહામારીને કારણે દબાણ વધુ હતું તે પણ ધ્યાનમાં લેવું જોઈએ અને મહામારીમાં મહાપાલિકાની કામગીરી સરાહનીય રહી હતી.

અન્ય સમાચારો પણ છે...