તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૌભાંડ:મુંબઈ- ગુજરાત- દુબઈ વચ્ચે 32 કરોડનું સોનાની આયાતનું કૌભાંડ

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ રૂ. 338 કરોડની કરચોરી કરી હોવાનું ડીઆરઆઈએ જણાવ્યું

મુંબઈ, ગુજરાતમાં ગાંધીનગર અને દુબઈ વચ્ચે કડી ધરાવતું સોનાની આયાતનું મોટું કૌભાંડ ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. મુંબઈના એર કાર્ગો કોમ્પ્લેક્સમાંથી રૂ. 32 કરોડ મૂલ્યનું 100 કિલો ગોલ્ડ પોટેશિયમ સાઈનાઈડ (જીપીસી)નું કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું છે.આ કૌભાંડમાં બે જણની ધરપકડ કરાઈ છે, જેમને 21 જુલાઈ સુધી જ્યુડિશિયલ કસ્ટડી અપાઈ છે. જીપીસી પોટેશિયમ ડાયસાયનોરેટ તરીકે પણ ઓળખાય છે અને તેનો ધાતુઓના ઈલેક્ટ્રોલાઈટિક ગોલ્ડ પ્લેટિંગમાં ઉપયોગ કરવામાં આવે છે.

જપ્ત કન્સાઈનમેન્ટ દુબઈથી મુંબઈ સ્થિત કંપનીને નિકાસ કરાયું હતું. આરોપીઓએ નિકાસ કરવાનો પ્રયાસ કર્યો તે જીપીસી પોસ્ટ- વેલ્યુ રિ- એક્સપોર્ટ માટે ડ્યુટી- ફ્રી આયાત કરેલા સોનાનું બનાવાયેલું છે. નિકાસનો પ્રયાસ કરાયો તે જીપીસી સોનાની ડ્યુટી- ફ્રી આયાતમાંથી બનાવવામાં આવેલાં પરિણામકારી ઉત્પાદનો હોવાનું ખોટી રીતે જાહેર કરવામાં આવ્યું હતું. મુંબઈ સ્થિત કંપનીને એડવાન્સ ઓથોરાઈઝેશન (એએ) યોજના સામે ઈનપુટ તરીકે તે લાવવાની મંજૂરી છે.જોકે મુંબઈ સ્થિત નિકાસકાર તેના દ્વારા આયાતને મંજૂરી છે તે સોનાની નિકાસ માટે ડ્યુટી-પ્રીમાંથી કોઈ ઉત્પાદનોનું ક્યારેય ઉત્પાદન કર્યું નથી.

અન્ય સમાચારો પણ છે...