તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મુંબઈ ડિસ્ટ્રિક્ટ સેંટ્રલ કોઓપરેટિવ બેંક ભ્રષ્ટાચાર પ્રકરણે આખરે તપાસ શરૂ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈ ડિસ્ટ્રિક્ટ સેંટ્રલ કોઓપરેટિવ બેંક એટલે કે મુંબઈ બેંકના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર પ્રકરણે આખરે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ તપાસ શરૂ કરી છે. આ પ્રકરણે અહેવાલ આપનારા સહકાર વિભાગના વરિષ્ઠ અધિકારીને આર્થિક ગુના વિભાગમાં બોલાવવામાં આવ્યા અને એમની પાસેથી સંપૂર્ણ માહિતી લેવામાં આવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પ્રકરણે પોલીસે રજૂ કરેલો સમરી અહેવાલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની 47મી કોર્ટે ફગાવી દીધો હતો અને ફરીથી તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. એ અનુસાર ફરીથી તપાસ શરૂ કરવામાં આવી છે. આ પ્રકરણે સહકાર વિભાગે તપાસ અહેવાલ આપ્યો છે છતાં પોલીસે કોઈ તપાસ કરી નથી એમ સ્પષ્ટ થાય છે.

આ ભ્રષ્ટાચારમાંથી એક ડિઝાસ્ટર રિકવરી સાઈટના પ્રકરણમાં કોન્ટ્રેક્ટ આપવા બાબતે થયેલા ગંભીર વ્યવહારો પર દુર્લક્ષ કરવામાં આવ્યાનું દેખાય છે. આ દિશામાં હવે આર્થિક ગુના વિભાગે તપાસ શરૂ કરી છે. આ પ્રકરણે રજૂ થયેલા અહેવાલમાં ડિઝાસ્ટર રિકવરી સાઈટ ભ્રષ્ટાચાર ચોક્કસ શું છે એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ડિઝાસ્ટર રિકવરી સાઈટનું નૂતનીકરણ અને ઊભા કરવાના નામ હેઠળ બેંકના અધ્યક્ષ, ઉપાઘ્યક્ષ અને સંચાલક મંડળ, સરવ્યવસ્થાપક વગેરેએ ષડયંત્ર કરીને પુણેની સાઈટની મુલાકાત લીધી હોવાનું દર્શાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...