તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:મુંબઈમાં પાણી નહીં જ ભરાય એવો દાવો કર્યો નહોતોઃ મેયર

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણીનો નિકાલ નહીં થાય તો નાળાસફાઈ થઈ નથી એ માન્ય કરવું પડશે

મુંબઈમાં પાણી ભરાશે જ નહીં એવો દાવો કોઈએ કર્યો નથી અને અમે તેવો દાવો કરી જ નહીં શકીએ. અગાઉ 2થી 5 દિવસ મુંબઈ ઠપ થતી હતી. જોકે હવે આવું થતું નથી. અમે બધી બાબતો પર ધ્યાન રાખીએ છીએ, એમ મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે સ્પષ્ટ કર્યું હતું.મુંબઈમાં જોરદાર વરસાદે હાજરી લગાવતાં ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયાં છે. આ સમયે મેયર આપત્કાલીન વ્યવસ્થાપન વિભાગમાં નિરીક્ષણ કરવા ગયાં હતાં. તે સમયે તેમણે ઉપાયયોજના બાબતે માહિતી આપી હતી.

ચાર કલાકની અંદર પાણીનો નિકાલ નહીં થાય તો નાળાસફાઈ સારી થઈ નથી એવું માન્ય કરવું પડશે. આજે એકસાથે હાઈ ટાઈડ, સતત મુશળધાર વરસાદને લીધે પાણી ભરાયાં છે. મુંબઈમાં વરસાદની પરિસ્થિતિ પર અમે કયાસ લીધો છે. આઠ ઈંચ, છ ઈંચ વરસાદ પડ્યો છે. ચાર ઈંચ વરસાદ પડે તો અંડરવોટર પાણી ડાઈવર્ટ થાય છે. જોકે હવે ઘણાં ઠેકાણે પાણીનો નિકાલ થયો છે. અમુક જગ્યાએ બેદરકારી હશે તો કાર્યવાહી કરીશું, એમ તેમણે જણાવ્યું હતું.

રેલવે ઝાઝું સમન્વય સાધતી નથી : રેલવે અધિકારી ઝાઝું સમન્વય સાધતી નથી. તેમના ભાગમાં જઈને અમે કચરો સાફ કરીએ છીએ. કરી રોડ ખાતે પાણી ભરાવાનું પ્રમાણ ઓછું થયું છે. રેલવેએ કામ પૂરાં કરવાં જોઈએ. અન્યથા અમને ત્યાં કામ કરવાની પરવાનગી આપવી જોઈએ. એમએમઆરડીએ, રેલવે અને અન્ય પ્રાધિકરણ મુંબઈમાં છે. તેમને લીધે અમારા નાગરિકોને ત્રાસ નહીં થાય તે માટે અમે જ કામ કરીએ છીએ, એમ પણ તેમણે જણાવ્યું હતું.

ટીકા કરનાર પર ધ્યાન આપવાની જરૂર નથી
વિરોધીઓને આરોપ કરવાના હોય તો કરવા દો. અમે ઉત્તર આપતાં નહીં રહીએ. ટીકાકારોનું ઘર પાડોશમાં હોય તો તેઓ કહેશે તે જોઈને અમે કામ કરીશું. મૂળમા ટ્વીટર એક સ્ટાન્ડર્ડ છે. અઘાઉ તે સારા લોકોનું માનવામાં આવતું હતું. હવે કચરાની જેમ તેનો ઉપયોગ થાયછે. આથી આવી ટીકા કરનારા પાસે ઝાઝું ધ્યાન આપવાની જરૂર નથી, એમ તેમણે ભાજપના વિધાનસભ્ય આશિષ શેલાર પર પલટવાર કરતાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...