આદેશ:નાગરિકોના વિચાર સ્વાતંત્ર્ય પર તરાપ મારતા ITના નિયમ સામે સ્ટે, કેન્દ્ર સરકારને મુંબઈ કોર્ટનો મોટો આંચકો

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

નાગરિકોની ભાષા અને વિચાર સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારો પર તરાપ મારતા નવા આઈટી નિયમના નિયમ-9 સામે મુંબઈ હાઈ કોર્ટે આજે સ્ટે આપ્યો હોઈ કેન્દ્ર સરકાર માટે આ મોટો આંચકો માનવામાં આવે છે. નવા આઈટી નિયમોને પડકારતી અરજી વરિષ્ઠ પત્રકાર નિખિલ વાગલે અને ધ લીફલેટ દ્વારા મુંબઈ કોર્ટમાં કરવામાં આવી હોઈ આ અરજી પર મુંબઈ હાઈ કોર્ટે આજે વચગાળાનો ચુકાદો આપીને કેન્દ્રના નવા ઈન્ફોર્મેશન એન્ડ ટેકનલોજીના નિયમોમાંના નિયમ-9ને સ્ટે આપ્યો છે.

આઈટી નિયમ 2021 અંતર્ગત નિયમ 9 (1) અન્વયે સમાચારો અને તાજી ઘટનાઓ બતાવતા અને પ્રસારિત કરતા ન્યૂઝ પોર્ટલ, ઓનલાઈન પેપર, ન્યૂઝ એજન્સી, ન્યૂઝ એગ્રીગેટરને આચારસંહિતાનું પાલન કરવાનું બંધનકારક છે.આ જ રીતે નિયમ 9 (3) અંતર્ગત આવા ડિજિટલ મિડિયાને તેમના લખાણ, સાહિત્ય સંબંધની ફરિયાદો બાબતે ત્રણ સ્તરે પાલન કરવાનું બંધનકારક છે.

તે અંતર્ગત પ્રથમ સ્વનિયમન, તે પછી ડિજિટલ મિડિયાના સ્વનિયમન મંચની અને તે પછી કેન્દ્ર સરકારે નીમેલી દેખરેખ સમિતિની ફરિયાદોનું નિવારણ કરવાની વ્યવસ્થા આ બંને નિયમ મૂળ આઈટી કાયદામાં આપવામાં આવેલા અધિકાર ક્ષેત્રની બહાર જાય છે એવું પ્રથમદર્શી નિરીક્ષણ મુખ્ય ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠે પોતાના વચગાળાના આદેશમાં નોંધ્યું છે અને આ બંને નિયમો સામે સ્ટે આપ્યો છે.

દરમિયાન નવા આઈટી નિયમોને પડકારતી દેશભરની વિવિધ હાઈ કોર્ટમાં 15થી 16 અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ બધી અરજીઓ એકત્રિત સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં લેવી એવી વિનંતી પણ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દ્વારા કરી છે. આ ધ્યાનમાં લેતાં અમુક નિયમો સામે સ્ટે આપનારો મુંબઈ હાઈ કોર્ટનો દેશભરમાં આ પ્રથમ જ વચગાળાનો આદેશ હોઈ કેન્દ્ર સરકાર માટે આ મોટો આંચકો માનવામાં આવે છે.

કેન્દ્રની અરજી ફગાવાઈ
આ વચગાળાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય તે માટે હંગામી સ્ટે આપવામાં આવે એવી કેન્દ્ર સરકારના એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે વિનંતી કરી હતી. જોકે ખંડપીઠે આ વિનંતીની નોંધ લઈને તે નકારી કાઢી હતી.

અન્ય સમાચારો પણ છે...