તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફી:મુંબઈ એરપોર્ટ પર હજુ એક વર્ષ સુધી ડેવલપમેન્ટ ફી વસૂલવાનું ચાલુ રહેશે

મુંબઇ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
મુંબઈ એરપોર્ટની ફાઇલ તસવીર. - Divya Bhaskar
મુંબઈ એરપોર્ટની ફાઇલ તસવીર.
 • ડોમેસ્ટિક માટે રૂ. 120 અને ઈન્ટરનેશનલ સ્થળો માટે રૂ. 720 ચૂકવવાના રહેશે

મુંબઈ એરપોર્ટ પરથી પ્રવાસ કરતા પ્રવાસીઓને વધુ એક વર્ષ ડેવલપમેન્ટ ફી ભરવાનું ચાલુ રાખવું પડશે. એરપોર્ટસ ઈકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા ડિસેમ્બર 2021ના અંત સુધી ફરી એક વાર સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા નિયુક્ત સ્વતંત્ર ઓડિટરના રિપોર્ટને આધારે નિર્ણય લેવામાં આવશે.

મુંબઈથી ઉડાણ કરતા પ્રવાસીઓને તેથી આગામી એક વર્ષ સુધી ડેવલપમેન્ટ ફી ભરવાનું ચાલુ રાખવું પડશે. આ પ્રક્રિયા બુધવાર 31 માર્ચ, 2021ના રોજ પૂરી થઈ રહી છે. આ મુજબ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (સીએસએમઆઈએ)થી પ્રસ્થાન કરતા પ્રવાસીઓને ડોમેસ્ટિક સ્થળો માટે રૂ. 120 અને ઈન્ટરનેશનલ સ્થળો માટે રૂ. 720 ચૂકવવાના રહેશે.

અમલબજાવણી પ્રશાસન એરપોર્ટસ ઈકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી (એઈઆરએ)એ જણાવ્યું હતું કે ડિસેમ્બર 2021ના અંત સુધીમાં ફરી એક વાર સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને એએઆઈ દ્વારા નિયુક્ત સ્વતંત્ર ઓડિટરના અહેવાલને આધારે નિર્ણય લેવામાં આવશે.

એઈઆરએ દ્વારા જણાવવામાં આવ્યું છે કે એરપોર્ટ પ્રોજેક્ટ ફાઈનાન્સિંગમાં રૂ. 3845 કરોડની ખાધ ભરી કાઢવા માટે 2012માં મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિ. (એમઆઈએએલ) ખાતે દરેક આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પાસેથી રૂ. 600 અને ડોમેસ્ટિક પ્રવાસીઓ પાસેથી રૂ. 100 ડેવલપમેન્ટ ફી 30 એપ્રિલ, 2021 સુધી લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે હવે 1 એપ્રિલ, 2021થી જ નવી ફી ચૂકવવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો