નિર્ણય:મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પ હજી પણ રખડી પડવાની સંભાવના

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે કામ માટે મગાવેલા ટેંડર રદ કરવામાં આવ્યા

મુંબઈથી અમદાવાદ બુલેટ ટ્રેન માર્ગ પરના બાન્દરા-કુર્લા કોમ્પ્લેક્સ ખાતેના સ્ટેશન અને બીકેસીથી થાણે, કલ્યાણ શિળફાટા 21 કિલોમીટરના અંડરગ્રાઉન્ડ માર્ગ એમ બે કામ માટે મગાવવામાં આવેલા ટેંડર રદ કરવાનો નિર્ણય નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશને લીધો છે. આ કામ માટે ફરીથી ટેંડર કાઢવાની તારીખ હજી નક્કી કરવામાં આવી નથી એવી માહિતી એક અધિકારીએ આપી હતી. તેથી બુલેટ ટ્રેન પ્રકલ્પના કામનો મુંબઈમાં તો વિલંબ થશે એ દેખીતું છે.

બુલેટ ટ્રેન પ્રકલ્પમાં શરૂઆતનું પ્રથમ સ્ટેશન બીકેસી અંડરગ્રાઉન્ડ હશે. 4.90 હેકટર જમીન પર ઊભું કરવામાં આવશે જેના માટે 1 હજાર 800 કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. બોગદાનું કામ, સ્ટેશન ઈમારત, બીજા ટેકનિકલ કામ મોટા પ્રમાણમાં કરવાના છે. 16 બુલેટ ટ્રેન માટે 6 પ્લેટફોર્મ અને પ્રવાસી સુવિધા સહિત આકર્ષક અંડરગ્રાઉન્ડ સ્ટેશન ઊભું કરવાનું નિયોજન છે. પણ આ કામની હજી શરૂઆત થઈ નથી. આ કામ માટે 18 ફેબ્રુઆરીના ટેંડર કાઢવાના હતા પણ જે ઠેકાણે સ્ટેશન ઊભું કરવાનું છે એ પરિસરમાં કોરોના કેન્દ્ર અને નજીક એક પેટ્રોલ પંપ છે.

તેથી ટેંડર ખોલવામાં વિલંબ થતો રહ્યો અને એના કારણે ટેંડરને 11 વખત મુદતવધારો આપવામાં આવ્યો. આ સ્ટેશન ઊભું કરવા ફરીથી 7 એપ્રિલ 2022ના ટેંડર ખોલવાના હતા પણ આ ટેંડર જ રદ કરવામાં આવ્યાની માહિતી વરિષ્ઠ અધિકારીએ આપી હતી. બુલેટ ટ્રેનના બીકેસીથી શીળફાટા 21 કિલોમીટર લાંબા અંડરગ્રાઉન્ડ માર્ગ માટે નેશનલ હાઈસ્પીડ રેલવે કોર્પોરેશને ચાર મહિનાથી ટેંડર પ્રક્રિયા શરૂ કરી હતી. અંડરગ્રાઉન્ડ માર્ગનું કામ ઝડપી થશે એમ લાગતું હતું ત્યારે હવે આ ટેંડર જ રદ કરવામાં આવ્યા છે. આ બોગદાની ઊંડાઈ 25 થી 40 મીટર હશે.

આ અંડરગ્રાઉન્ડ માર્ગ થાણે ખાડીના માર્ગે જશે. 21 કિલોમીટરમાંથી 7 કિલોમીટરનો અંડરગ્રાઉન્ડ માર્ગ સમુદ્રની નીચેથી છે. આ કામ માટે ઓસ્ટ્રોલિયન ટેકનોલોજી વાપરવામાં આવશે. આ કામ ત્રણ તબક્કામાં કરવામાં આવશે. પણ એનું ટેંડર રદ થવાથી આ કામમાં વિલંબ થશે. પ્રશાસકીય કારણોસર આ ટેંડર રદ કરવામાં આવ્યા છે અને એની નવી તારીખ હજી નક્કી નથી. તેથી મુંબઈથી શરૂઆત થનારા બંને કામ રખડી પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...