ભાસ્કર વિશેષ:મુંબઈમાં ગર્ભપાતના પ્રમાણમાં ત્રણ વર્ષમાં 34% નો ઘટાડો

મુંબઈ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાપાલિકા દ્વારા હાથ ધરાયેલી જનજાગૃતિનું ઉત્તમ પરિણામ : હાલમાં રોજ સરેરાશ 70 ગર્ભપાત

કોરોનાની લહેર કાબૂમાં આવતાં મહાપાલિકા દ્વારા રાહતની લાગણી અનુભવાઈ રહી છે ત્યારે તેને માટે વધુ એક દિલાસાદાયક માહિતી આવી છે. મહાપાલિકા દ્વારા ચલાવવામાં આવતી જનજાગૃતિનાં હકારાત્મક પરિણામ આવી રહ્યાં છે. દર વર્ષે ગર્ભપાત થવાનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે.

મહાપાલિકાના આરોગ્ય વિભાગના અહેવાલ અનુસાર હાલમાં રોજ સરેરાશ 70 ગર્ભપાત થઈ રહ્યાં છે, જ્યારે છેલ્લાં ત્રણ વર્ષમાં આ સંખ્યા 106 ટકા પર હતી. આ આંકડાવારી અનુસાર છેલ્લાં ત્રણ વર્ષમાં ગર્ભપાતની ઘટનાઓમાં 34 ટકાનો ઘટાડો થયો છે.મહાપાલિકા ગર્ભપાત બાબતે સમયાંતરે જનજાગૃતિ કરે છે. ગર્ભરાત અને ગર્ભધારણા ટાળવા માટે મહાપાલિકા આરોગ્ય કર્મચારીઓની મદદથી મહિલાઓને જાગૃત કરે છે.

આથી જ મહિલાઓ નહીં જોઈતી ગર્ભધારણા ટાળવા માટે સુરક્ષિતતાની ઉપાયયોજના કરતી વખતે ગર્ભપાતની ઘટના પણ ઓછી થઈ રહી છે. શહેરના બધા લાઈસન્સધારક મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (એમટીપી) કેન્દ્રમાંથી મહાપાલિકાએ ભેગી કરેલી આંકડાવારી અનુસાર આ બહાર આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગર્ભપાતની સંખ્યામાં ઘટાડો થયો છે. 2018માં એમટીપી કેન્દ્રોમાં 38,579 ગર્ભપાતનાં પ્રકરણોની નોંધ થઈ હતી.2019માં આ સંખ્યા 37,161 પર આવી હતી, જ્યારે 2020 વર્ષ કોરોનામાં વીત્યું તે વચ્ચે ગર્ભપાતનાં પ્રકરણોમાં નોંધપાત્ર ઘટાડો થયોછે. 2019ની તુલનામાં 2020માં ગર્ભપાતનાં પ્રકરણોમાં 14,000નો ઘટાડો થયો છે.2020માં ગર્ભપાતનાં 23,415 પ્રકરણ નોંધાયાં હતાં. 2021માં ગર્ભપાતમાં વધુ ઘટાડો થયો છે.

ઓક્ટોબર 2021 સુધી એમટીપી કેન્દ્રોમાં 21,042 મહિલાઓએ ગર્ભપાત કરાવ્યો હતો. ગર્ભપાતનો આલેખ દર વર્ષે નીચે આવી રહ્યો છે. આ મહાપાલિકાની જનજાગૃતિનું પરિણામ હોવાનું મહાપાલિકાનાં કાર્યકારી આરોગ્ય અધિકારી ડો. મંગલા ગોમારેએ જણાવ્યું હતું. આનું મુખ્યકારણ સ્ત્રીઓ સુરક્ષિતતાના ઉપાયોનું પાલન કરી રહી છે, જેથી તેઓ ગર્ભધારણા ટાળી શકે છે. ઈચ્છા નહીં હોવા છતાં થતી ગર્ભધારણાને લીધે જ મહિલાઓ ગર્ભપાત માટે કેન્દ્રો સુધી પહોંચે છે. સ્ત્રીરોગ નિષ્ણાત ડો. સોનલ કુમટાએ જણાવ્યું કે આજના સમયમાં ગર્ભધારણા બાબતે મહત્તમ જનજાગૃતિની જરૂર છે. આજે પણ અનેક મહિલાઓને ગર્ભધારણા આગળ ઠેલવી છે.

આથી આ મહિલાઓને ગર્ભધારણા ટાળવા માટે ઉપલબ્ધ સાધનોની માહિતી કરી આપવાનું જરૂરી છે. અમારી પાસે ઘણી બધી સ્ત્રીઓ છે જેમણે નહીં જોઈતી ગર્ભધારણા ટાળવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને એક ડોક્ટર તરીકે અમે તેમને ગર્ભધારણા ટાળવા માટે ઉપલબ્ધ સર્વ માધ્યમોનીજાણ કરી આપીએ છીએ અને તેઓ પણ તેનું પાલન કરે છે, એમ ડો. ગોમારેએ જણાવ્યું હતું.

50 ટકા કેસ ગર્ભનિરોધક નિષ્ફળતાના
મહાપાલિકાના આરોગ્ય વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ગર્ભપાતના વિશ્લેષણમાંથી એક બાબત સામે આવી છે કે ઘણી બધી મહિલાઓએ ગર્ભનિરોધક લેવા છતાં ગર્ભ રહ્યો હતો. 2021માં કુલ ગર્ભપાતમાંથી 50 ટકાથી વધુ મહિલાઓએ ગર્ભનિરોધકની નિષ્ફળતાને લીધે ગર્ભ રહ્યો હોવાનું જણાવ્યું હતું. આ આંકડો નહીં જોઈતી ગર્ભધારણાનાં અન્ય કારણો કરતાં મોટો હતો. અન્ય પ્રકરણોમાં માતાના જાનને જોખમ હતું અને નવજાત અસામાન્ય હોવાની શક્યતા હતી.

અન્ય સમાચારો પણ છે...