તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજચોરી:મુલુંડની હાઉસિંગ સોસાયટીએ રૂ. 63.23 લાખની વીજચોરી કરી

મુંબઇ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોશ ગણાતી આ સોસાયટી પર મહાવિતરણ દ્વારા એફઆઈઆર દાખલ

મુલુંડની એક પોશ સોસાયટીમાં રૂ. 63.23 લાખની વીજચોરી કર્યાની આંચકાજનક ઘટના સામે આવી છે. મુલુંડમાં નિર્મલ લાઈફસ્ટાઈલનું નવું બાંધકામ ઝિર્કોન કો. ઓપ. હાઉસિંગ સોસાયટીમાં મહાવિતરણની તપાસ દરમિયાન 1,76,100 યુનિટ રૂ. 63.23 લાખની વીજચોરી થયાનું સામે આવ્યું છે.

આ બાબતે મુલુંડ પોલીસ સ્ટેશનમાં વિદ્યુત કાયદો 2003, કલમ 135 અન્વયે નિર્મલ લાઈફસ્ટાઈલ અને ઝિર્કોન કો. ઓપ. હાઉસિંગ સોસાયટી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહાવિતરણના અધિકારી નિયમિત ચેકિંગ માટે મુલુંડ પશ્ચિમમાં આ સોસાયટીમાં પહોંચ્યા ત્યારે વીજચોરી થતી હોવાની શંકા ગઈ હતી. આથી ઊંડાણથી તપાસ કરતાં 39 માળની ઈમારતના બાંધકામ માટે બાજુના બીએમસીના આઉટગોઈંગ સ્વિચને બીજી મીટર વિનાની કેબલ જોડીને 2 વર્ષથી વીજચોરી થતી હતી એવું બહાર આવ્યું હતું.

આ સંબંધમાં મહાવિતરણે મુલુંડ પોલીસમાં એફઆઈઆર દાખલ કરી છે. મહાવિતરણે સોસાયટીને રૂ. 62.23 લાખનો દંડ પણ કર્યો છે. આ રકમ નહીં ભરવાને લીધે 4 જૂન, 2021ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ કાર્યવાહી મહાવિતરણના મુલુંડના કાર્યકારી એન્જિનિયર દત્તાત્રેય ભણગેના માર્ગદર્શનમાં સર્વોદય ઉપ વિભાગના ઉપ કાર્યકારી એન્જિનિયર શકીલ પાટીલ, સહાયક એન્જિનિયર પ્રશાંત ભાનુશાલી અને તેમની ટીમના સતીશ કુલકર્ણી, રાજુ હુલહુલે, શ્રારામ કોરડે, જયશ્રી ત્રિંબકે, સુનીલ નિંબાળકરે કરી હતી.

આ કામગીરી માટે મહાવિતરણના ભાંડુપ ઝોનના મુખ્ય એન્જિનિયર સુરેશ ગણેશકરે ખાસ કરીને કોરોનાકાળમાં પણ સક્રિય કામ કરતી રહેલી ટીમને શાખા કાર્યાલયમાં જઈને શાબાશી આપી અને માર્ગદર્શન કર્યું હતું. ગ્રાહકોએ અનધિકૃત રીતે વીજનો ઉપયોગ ટાળવો જોઈએ અને અન્યોને પણ પ્રામાણિકતાથી વીજનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા એવો અનુરોધ ગણેશકરે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...