તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Mukesh Ambani's Fortune Surpasses 100 100 Billion, Becoming First In The Country And 9th In The World To Achieve This Status

ભાસ્કર વિશેષ:મુકેશ અંબાણીની સંપત્તિ 100 અબજ ડૉલરને પાર, આ દરજ્જો મેળવનાર દેશના પ્રથમ અને વિશ્વના 9મા ઉદ્યોગપતિ બની ગયા

મુંબઇ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર્સમાં ઉછાળો અને પારિવારિક હિસ્સો વધતા સંપત્તિ વધી

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સંપત્તિ 100 અબજ ડોલરની ઉપર નીકળી ગઇ છે. આ સિદ્ધિ હાંસલ કરનારા તેઓ પહેલાં ભારતીય છે. બીજી તરફ અંબા‌ણી પહેલાં આવી સિદ્ધિ મેળવનારા વિશ્વમાં માત્ર આઠ લોકો જ છે.

અંબાણી આ ક્લબના નવમાં સભ્ય બન્યાં છે. અંબાણીની સંપત્તિ મુખ્ય રૂપથી તેમના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર્સમાં ઉછા‌‌ળો આવવાના કારણે વધી છે. દરમિયાનમાં કંપનીમાં તેમનો પારિવારીક હિસ્સો પણ નોંધપાત્ર વધ્યો છે.

કેપિટલાઇન ડેટાબેઝ અનુસાર રિલાયન્સમાં અંબાણી પરિવારનો ઇક્વિટી હિસ્સો 49.14 ટકા છે. તેની બજાર વેલ્યૂ વધી આશરે 107 અબજ ડોલરની સપાટીએ પહોંચી ગઇ છે. કંપનીનું કુલ માર્કેટકેપ રૂ. 218 અબજ ડોલર થવા જાય છે.

રિલાયન્સનો શેર ઐતિહાસિક ટોચે
સોમવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર ઇન્ટ્રા-ડે રૂ. 2479.85ની ઐતિહાસિક ટોચ હાંસલ કર્યા બાદ, છેલ્લે રૂ. 36.80 (1.52 ટકા)ની વૃદ્ધિ સાથે રૂ. 2424.55 બંધ રહ્યો હતો. તે સાથે જ કંપનીનું માર્કેટકેપ રૂ. 15.37 લાખ કરોડની સપાટીએ આંબી ગયું છે.

અન્ય સમાચારો પણ છે...