આત્મહત્યાનો પ્રયાસ:મિસ્ટર ઈન્ડિયાના પૂર્વ વિજેતા મનોજ પાટીલે આત્મહત્યાનો પ્રયાસ કર્યો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અભિનેતા સાહિલ ખાન દ્વારા સતામણીને લઈને પગલું ભર્યું હોવાનો આરોપ

મિસ્ટર ઇન્ડિયા બોડી બિલ્ડિંગ સ્પર્ધાના ભૂતપૂર્વ વિજેતા 29 વર્ષના મનોજ પાટીલે તેના નિવાસસ્થાને ઉંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બુધવારે બપોરે 12.30 થી 1 વાગ્યાની વચ્ચે ઓશિવારાના સાયલીલા બિલ્ડિંગમાં તેના ઘરે બની હતી. પાટીલના પરિવારના સભ્યો તેને તાત્કાલિક કૂપર હોસ્પિટલમાં હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેની પર સારવાર ચાલી રહી છે. મનોજ પાટીલે બોલીવૂડના અભિનેતા સાહિલ ખાને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગંભીર આરોપ મૂક્યો છે.

પાટીલ બોડી- બિલ્ડર સાથે મોડેલ પણ છે. થોડા દિવસ પહેલા પાટીલે એક પત્ર ઓશિવરા પોલીસને આપ્યો હતો, જેમાં તેણે સોશિયલ મિડિયા પર કથિત રીતે બદનામ કરવા અને તેના વ્યાવસાયિક જીવનમાં સમસ્યાઓ ઊભી કરવા બદલ બોલીવૂડ અભિનેતા સાહિલ ખાન સામે કાર્યવાહીની માગણી કરી હતી. પાટીલે આત્મહત્યા પૂર્વે સુસાઈડ નોટમાં સાહિલ ખાન પર આરોપ લગાવ્યો છે કે તે છેલ્લા ઘણા દિવસોથી તેને પરેશાન કરી રહ્યો હતો. સાહિલ ખાને સોશિયલ મિડિયા પર તેની વિરુદ્ધ ગેરમાર્ગે દોરતી માહિતી અને વિડિયો ફેલાવ્યા હતો.

તેણે સુસાઇડ નોટમાં કહ્યું છે કે સતામણી અને નિંદાને કારણે તે આત્મહત્યાનું પગલું ભરી રહ્યો છે. પાટીલ મિસ્ટર ઓલિમ્પિયા માટે પણ પ્રયાસ કરી રહ્યો હતો. સાહિલ ખાન પણ આ સ્પર્ધામાં ભાગ લેવા માગતો હતો. પાટીલ આ સ્પર્ધામાંથી બાદબાકી થઈ જાય તે માટે સાહિલ ખાન તેને બદનામ કરવાનો સતત પ્રયાસ કરી રહ્યો હતો, એમ પાટીલે આત્મહત્યાના પ્રયાસ પૂર્વે લખેલા પત્રમાં જણાવ્યું છે. આ સિવાય ધંધાને લઈને બંને વચ્ચે વિવાદ થયો હતો.

સાહિલ ખાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો : દરમિયાન મનોજ પાટીલના પરિવારે ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાહિલ ખાન અભિનેતા, ફિટનેસ ઉદ્યોગ સાહસિક અને યુટ્યુબર પણ છે. તે ફિટનેસ માટે જાગૃતિ વધારવા માટે જાણીતો છે. અભિનેતા જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફના સાહિલ સાથેના પ્રેમસંબંધની થોડાં વર્ષો પહેલા વાતો ઊડી હતી. આયેશાએ તેનો ઇનકાર કર્યો હતો. 2014માં, આયેશા અને સાહિલ ખાન વચ્ચે કથિત પ્રેમસંબંધની વાતો ફેલાઈ હતી.

ત્યાર બાદ આયેશાએ સાહિલ ખાન પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો અને એમ પણ કહ્યું કે તેણીએ તેની પાસેથી લીધેલા 8 કરોડ પાછા આપ્યા નથી. તેણે તેની પ્રતિષ્ઠાને ખરાબ કરવા માટે તેની વિરુદ્ધ બદનક્ષીનો દાવો પણ દાખલ કર્યો હતો. આ બધું 2009માં શરૂ થયું, જ્યારે આયેશા શ્રોફ અને સાહિલ ખાને ભાગીદારીમાં પ્રોડક્શન કંપની શરૂ કરી. તે સમયે અફવાઓ હતી કે સાહિલ ખાન, જે તેની પત્ની નેગર ખાનથી અલગ થઈ ગયો છે, તે આયેશાને ડેટ કરી રહ્યો છે. સાહિલ આયેશા કરતાં 17 વર્ષ નાનો છે. જોકે તેમનો કથિત પ્રેમસંબંધ લાંબો સમય ટક્યો નહોતો.

અન્ય સમાચારો પણ છે...