પ્રશાસન દ્વારા વિલંબ:બોરીવલીમા ફ્લાયઓવરને ખુલ્લો મુકવા સાંસદની ચીમકી

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફ્લાયઓવર ખુલ્લો મૂકવામાં પાલિકા દ્વારા વિલંબ

ઉત્તર મુંબઈના બોરીવલી- વેસ્ટમાં વિસ્તારિત કરાયેલો જનરલ કરિયપ્પા ફ્લાયઓવરનું બાંધકામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં તેને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસન દ્વારા વિલંબ કરવામાં આવી રહ્યો છે. તેની સામે ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટીએ મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલને પત્ર લખીને ચેતવણી આપી છે, કે જો આ પુલ તમે ખુલ્લો નહીં મૂક્યો તો અમે તેને ટ્રાફિક માટે ખુલ્લો મૂકી દઈશું.પત્રમાં માગણી કરાઈ છે, કે બોરીવલી સ્થિત એક્સટેન્ડેડ જનરલ કરિયપ્પા ફ્લાયઓવરનો ઉદઘાટન સમારોહ 15મી મેના રોજ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે અને વિપક્ષના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં યોજવો જોઈએ.

છેલ્લાં અઢી વર્ષમાં બોરીવલી પશ્ચિમથી પૂર્વમાં વેસ્ટર્ન એક્સપ્રેસવેને જોડતો બ્રિજ ટ્રાફિકજામનો સામનો કરી રહ્યો છે. હવે જ્યારે આ બ્રિજનું નિર્માણકાર્ય પૂર્ણ થઈ ગયું છે ત્યારે તેને જાહેર જનતા માટે ખુલ્લો મૂકી દેવાથી ટ્રાફિકની સમસ્યા દૂર થશે અને લોકોને પણ રાહત થશે.શેટ્ટીએ કમિશનરની સાથે તમામ સંબંધિત અધિકારીઓને લખેલા પત્રમાં ચેતવણી આપી છે કે, તમે 15મી મેના રોજ આ વિસ્તૃત જનરલ કરિયપ્પા ફ્લાયઓવરનું ઉદઘાટન નહીં કરો તો હું સામાન્ય જનતાની સુવિધા માટે સામાન્ય લોકોની ભાગીદારી સાથે ટ્રાફિક માટે ખોલી નાખીશ. તેમણે આ પત્રની કોપી મહાપાલિકાના ઝોન 7ના ડેપ્યુટી કમિશનર ભાગ્યશ્રી કાપસે અને આર/સેન્ટ્રલ વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વકાર જાવેદ હાફીઝને પણ મોકલી છે.

અન્ય સમાચારો પણ છે...