વિરોધ:OBC સમાજના વિશ્વાસઘાત માટે સરકાર સામે આંદોલન

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુપ્રીમમાં સરકારે OBC અનામતની બાજુ રજૂ કરવા વકીલ આપ્યો નહીં

મરાઠા અનામતનો મુદ્દો હજુ ઉકેલાયો નથી ત્યાં ઓબીસી અનામતનો મુદ્દો ગાજવા લાગ્યો છે. ઓબીસી સમાજનો વિશ્વાસઘાસ કરીને ઓબીસી અનામત જતું કરનારી આઘાડી સરકાર વિરુદ્ધ ભાજપ બુધવારે રાજ્યભરમાં આંદોલન કરશે, એવી માહિતી પક્ષના પ્રદેશાધ્યક્ષ સંજય કુટે અને ઓબીસી મોરચાના પ્રદેશાધ્યક્ષ યોગેશ ટિળેકરે આપી હતી. આ જ રીતે આઘાડી સરકારે સુપ્રીમ કોર્ટમાં ઓબીસી અનામતની બાજુ રજૂ કરવા માટે વકીલ આપ્યો નહીં એવા કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ નાના પટોલેના આરોપ પર મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારે ઉત્તર આપવો એવી માગણી પણ તેમણે કરી હતી.

કુટે અને ટિળેકરે જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનાથી આઘાડી સરકાર ઓબીસી સમાજના રાજકીય અનામત બાબતે ટાળમટોળ કરી રહી છે. ઓબીસી સમાજનો ઈમ્પિરિકલ ડેટા જમા કરવા તુરંત કાર્યવાહી શરૂ કરો એમ ભાજપના નેતાઓએ રાજ્ય સરકારને સતત કહ્યું છે. જોકે આઘાડી સરકારે છ મહિનામાં કોઈ હિલચિલ કરી નથી. ઈમ્પિરિકલ ડેટા ભેગો કરવા માટે નીમેલા પછાતવર્ગીય પંચને સરકારે ભંડોળ પણ આપ્યું નથી. આ બેદરકારીને લીધે ઓબીસી અનામત વિના પાંચ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે.

આ સાથે સત્તાધારી પક્ષના વજનદાર જૂથને આગામી વર્ષે યોજાનારી મહાપાલિકા, નગરપાલિકા, જિલ્લા પરિષદની ચૂંટણીઓ ઓબીસી સમાજને અનામત આપ્યા વિના જ લેવાવાની હોવાથી સરકારે સુપ્રીમ કોર્ટમાં ઓબીસી અનામતમની બાજુ પ્રભાવશાળી રીતે રજૂ કરી નથી. સરકારે સુપ્રીમ કોર્ટમાં વકીલ જ ઊભો કર્યો નહીં એમ સત્તાધારી પક્ષના પ્રદેશાધ્યક્ષ કહે છે. વિધિ અને ન્યાય ખાતાની જવાબદારી સંભાળતા મુખ્ય મંત્રી ઠાકરેએ આઘઆડી સરકારના પાલક કહેવાતા પવારે નાના પટોલેના આરોપ પર ખુલાસો કરવો જોઈએ, એમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્ય મંત્રી નિષ્ક્રિય રહ્યા
ઓબીસી અનામત સિવાય ચૂંટણી થશે નહીં એમ વારંવાર કહેનારા મુખ્ય મંત્રીએ અનામત ટકાવવા માટે કોઈ હિલચાલ કરી નહીં. ઓબીસી સમાજની પીઠમાં ખંજર ભોંકનારી આઘાડી સરકારના વિરોધમાં ભાજપ મંગળવારે તાલુકા સ્તર સુધી આંદોલન કરશે, એમ કુટે અને ટિળેકરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...