તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માતૃભાષાની શાળામાં સારું અંગ્રેજી શીખવવામાં આવતું નથી તેવો સમાન્ય ભ્રમ આજના વાલી વર્ગમાં જોવા મળે છે. આ તમામ ભ્રમ તોડવાનું કામ ગુજરાતી શાળાનાં એક સહાયક શિક્ષિકા કરી રહ્યાં છે. કલ્યાણની એમ. જે. બી. કન્યાશાળામાં અંગ્રેજી વિષયનાં શિક્ષિકા તરીકે પલ્લવી શાહ ફરજ બજાવે છે. પલ્લવીબેન પોતાની શાળામાં બાળકોને સારું અંગ્રેજી શીખવીને નવો દાખલો બેસાડ્યો છે.પલ્લવીબેન ૭ થી ૧૦ ધોરણમા નવતર પ્રયોગો દ્વારા અંગ્રેજી શીખવે છે. તેઓ વર્ગખંડની ભીંતો પર વિવિધ ચાર્ટ લગાવે છે, જેમાં ઈન્ગ્લિશના અલગ અલગ વિષય, વ્યાકરણ, લેખન કૌશલ્ય, લેન્ગ્વેજ સ્ટડી વગેરે મૂકવામાં આવે છે.
દર શનિવારે દરેક વર્ગમાં ઈન્ગ્લિશ ડેની ઉજવણી કરવામાં આવે છે. તે અંતર્ગત વિદ્યાર્થિનીઓ પાસે વિવિધ એક્ટિવિટી કરાવવામાં આવે છે. પલ્લવીબેન સાતમા-આઠમા અને નવમા-દસમા ધોરણમાં અલગ અલગ એક્ટિવિટી દ્વારા શિક્ષણ આપે છે. નવમા- દસમા ધોરણમાં તેઓ બાળકોને પાઠ સમજાવ્યા બાદ ચાર ગ્રુપ બનાવે છે. દરેક ગ્રુપે તે પાઠમાંથી આપેલા સૂચન મુજબ નાઉન, એડજેક્ટિવ, વર્બ વગેરેનું લિસ્ટ બનાવે છે.
બીજા દિવસે આ લિસ્ટ સમજૂતી અને ઉદાહરણ સાથે બાળકો ગ્રુપ પ્રમાણે એકબીજા સામે પ્રસ્તુત પણ કરે છે. બાળકો પાસે પાઠની કે ફકરાની સમરી બનાવવાની પણ એક્ટિવિટી કરાવવામાં આવે છે. આ પ્રકારના શિક્ષણને પિયર્સ લર્નિંગ કહેવામાં આવે છે જેમાં બાળકો જાતે જ એક્ટિવિટી દ્વારા શીખે છે અને તે પોતાના મિત્રો સાથે શેર પણ કરે છે.
ટોપ ફાઈવમાં બીજો નંબર : ઉલ્લેખનીય છે કે પલ્લવીબેનને રીજનલ એકેડમિક ઓથોરિટી ઈન્ગ્લિશ એક્સપર્ટીઝ દ્વારા આયોજિત ચેસ (CHESS) એટલે કે ‘CONTINUOUS HELP FOR ENGLISH TEACHERS FROM SECONDARY SCHOOL’ પ્રોજેક્ટના ચર્ચાસત્રમાં પોતાની ટીચિંગ એક્ટિવિટીનું પ્રેઝેન્ટેશન કર્યું હતું ત્યારે તેઓ જિલ્લા સ્તરે ટોપ ફાઈવમાં બીજા નંબરે આવ્યાં હતાં. વર્ષ ૨૦૨૦માં eMELTA એટલે કે ENTIRE MAHARASHTRA ENGLISH TEACHERS› ASSOCIATION દ્વારા રાજ્ય સ્તરે ‹MY TEACHING DURING PANDEMIC’ આ વિષય પર ઓનલાઈન પોસ્ટર પ્રેઝન્ટેશનનો ઉપક્રમ યોજાયો હતો.
સંપૂર્ણ મહારાષ્ટ્રમાંથી આ પ્રેઝન્ટેશન માટે શિક્ષકોની એન્ટ્રી આવી હતી જેમાંથી ૨૩ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી અને તેમાં પલ્લવીબેન પણ સિલેક્ટ થયાં હતાં. માતૃભાષાની શાળામાં બાળકો અંગ્રેજીમાં પાછળ ન રહી જાય અને દુનિયા સાથે કદમથી કદમ મિલાવી આ ભાવના સાથે કાર્ય કરતાં આ શિક્ષિકા દરેક શિક્ષક માટે એક ઉત્તમ ઉદાહરણ છે.
રમત - કન્વર્ઝેશન દ્વારા બાળકોને ડર દૂર
સાતમા-આઠમા ધોરણ માટે પણ તેઓએ એક નવતર પ્રયોગ કર્યો છે. જેમાં આઠમા ધોરણની વિદ્યાર્થિનીઓ સાતમા ધોરણમાં જઈ જે પોતે ગયા વર્ષે શીખી ગયા છે તે શીખવે છે. તેઓ વિવિધ રમત અને કન્વર્ઝેશન દ્વારા પણ બાળકોના મનમાં રહેલો અંગ્રેજીનો ડર ભગાવવાનો પ્રયત્ન કરે છે. હવે ત્યાની વિદ્યાર્થિનીઓ તુરંત આપેલા વિષય પણ પોતાની રજૂઆત અંગ્રેજીમાં કરે છે.
ક્રિએટિવિટી ભેળવી નવી પદ્ધતિ
પલ્લવીબેને જણાવ્યું કે “હવે ટ્રેડિશનલ ટીચિંગ કે જેમાં માત્ર શિક્ષક જ બોલે અને વિદ્યાર્થીઓ માત્ર સાંભળે એ શક્ય નથી. શિક્ષણ હવે લર્નર્સ સેન્ટર બની રહ્યું છે.” તેઓ માને છે કે દુનિયાના કોઈ પણ ખૂણે અપનાવાતી સરળ અને સહજ પદ્ધતિ સાથે પોતાની ક્રિએટિવિટી ભેળવી એક નવી પદ્ધતિ બાળકો સામે મૂકવી એ પ્રત્યેક શિક્ષકની ખાસિયત હોય છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.