કોરોનાવાઈરસ:રાજ્યમાં વધુ 204 દર્દીનાં મૃત્યુ સાથે મરણાંક 9026

મુંબઇ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 5368 નવા દર્દી દાખલ થવા સાથે એક્ટિવ દર્દીઓની સંખ્યા 87,681

રાજ્યમાં કોરોનાનું સંકટ વધી રહ્યું છે. સોમવારે સવારે 8 સુધીમાં વધુ 204 દર્દીનાં મોત રાજ્યમાં નોંધાયાં હતાં, જેને લઈ મરણાંક 9026 થયો છે. આ સાથે 5368 નવા દર્દી નોંધાયા હતા, જે સાથે દર્દીઓની સંખ્યા 2,11,987 થઈ છે, જેમાં એક્ટિવ દર્દીઓ 87,681 છે. દરમિયાન 3522 વધુ દર્દી સાજા થઈને ઘેર ગયા છે, જે સાથે સાજા થયેલા દર્દીની સંખ્યા 1,15,262 થઈ છે. રાજ્યનો દર્દી સાજા થવાનો દર 54.37 ટકા છે. મૃત્યુ દર 4.26 ટકા છે. દર્દીનો દર 18.67 ટકા છે. કુલ 11,35,447 લોકોના નમૂના લેબમાં તપાસવામાં આવ્યા છે. હાલમાં રાજ્યમાં 6,15,265 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે, જ્યારે 46,355 દર્દી સંસ્થાત્મક ક્વોરન્ટાઈનમાં છે.

થાણે પર પ્રશાસન દ્વારા હવે વધુ જોર આપવામાં આવી રહ્યું છે
મુંબઈમાં આજ બાધિત દર્દી 85,724 છે, જેમાં સાજા થયેલા 57,152 દર્દી છે, જ્યારે 4938નાં મોત થયાં છે. 10 દર્દી અન્ય કારણોથી મૃત્યુ પામ્યાં છે, જ્યારે હાલમાં એક્ટિવ દર્દી 23,624 છે. થાણેમાં એક્ટિવ દર્દી 29,485 છે, જે મુંબઈથી વધુ છે. થાણેમાં બાધિત દર્દીની સંખ્યા 49,485 હતી, જેમાંથી 18,672 સાજા થયા છે, જ્યારે 1327નાં મોત થયાં છે, જ્યારે 1નું મોત અન્ય કારણથી થયું છે. આમ, મુંબઈમાં મરણાંક વધુ છે ત્યારે થાણેમાં દર્દીઓની સંખ્યા વધુ છે. આને કારણે થાણે પર પ્રશાસન દ્વારા હવે વધુ જોર આપવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...