બહુપત્નીત્વ પ્રથા:મહારાષ્ટ્રના ડેંગણમાળ ગામમાં દરેક પુરુષને એક કરતા વધુ પત્ની

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક પત્ની ઘરકામ, બાળકોના ઉછેર અને બીજી પત્ની પાણી ભરવા માટે

એક કરતા વધુ પત્ની કરવી ભારતમાં કાયદેસર ગુનો છે. વર્ષો પહેલાં બહુપત્નીત્વ દેશમાં એક સામાજિક પ્રથા હતી. પણ સ્વાતંત્ર્ય બાદ એના પર બંધી મૂકવામાં આવી અને દરેક મહિલાને સન્માનથી જીવવાનો અધિકાર આપવામાં આવ્યો. આમ છતાં મહારાષ્ટ્રના એક નાનકડા ગામમાં બહુપત્નીત્વ પ્રથા અમલમાં છે. એનું મુખ્ય કારણ પાણીની અછત છે. મુંબઈથી 185 કિલોમીટરના અંતરે આવેલા પશ્ચિમ મહાષ્ટ્રના ડેંગણમાળ ગામના પુરુષોને એક કરતા વધારે પત્ની છે. ખડકાળ જમીન પર વસેલા આ ગામની વસતિ 500 જેટલી છે.

આ ગામના ઘરોમાં હજી પાણીના નળનું જોડાણ આપવામાં આવ્યું નથી. ઉનાળામાં આ ગામમાં દુકાળ જેવી સ્થિતિ ઊભી થાય છે. લોકોએ પાણી પીવા માટે વલખા મારવા પડે છે. પીવાના પાણી માટે તેમની પાસે કૂવા અને ભાતસા ડેમ એમ બે જ વિકલ્પ છે. પણ પાણીના આ બંને સ્ત્રોત એટલા દૂર છે કે આવજા કરવા માટે લગભગ 12 કલાક લાગે છે. તેથી પત્નીઓને ઘરના કામ કરવા માટે સમય જ મળતો નથી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ડેંગણમાળ ગામના પુરુષોએ પાણી માટે બીજી વખત લગ્ન કરવાની શરૂઆત કરી છે.

બીજી પત્નીને પતિ પર કોઈ અધિકાર નહીં
ખાસ વાત એ છે કે બીજી પત્ની બનનાર પાણી બાઈનો પતિ પર કોઈ કાયદેસર અધિકાર નથી. તે સંબંધિત પુરુષ સાથે વૈવાહિક સંબંધ રાખી શકતી નથી. ઘરના કામમાં કંઈ જ બોલી શકતી નથી. તેમ જ બાળકને જન્મ આપવાનો અધિકાર પણ તેને હોતો નથી. મોટા ભાગના પ્રકરણમાં સંબંધિત મહિલા વિધવા કે એકલ માતા (સિંગલ મધર) હોય છે. ગામમાં ફક્ત સન્માનથી જીવવા મળે એ માટે તેઓ આ પ્રમાણે પાણી બાઈ તરીકે લગ્ન કરે છે. તેને સંબંધિત ઘરમાં સ્વતંત્ર ઓરડો અને બાથરૂમ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...