તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:લોકલ તો શરુ થઇ નિયંત્રણોને લીધે અડધાથી વધુ લોકો અટકી રહ્યા છે

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના પૂર્વે 80 લાખ સામે હાલમાં સરેરાશ 33 લાખ પ્રવાસીઓ જ પ્રવાસ કરે છે

કોરોનાને કારણે બંધ થયેલી મુંબઈગરાની જીવાદોરી લોકલ ટ્રેનો બધા નાગરિકો માટે સમયના નિયંત્રણો સાથે 1લી ફેબ્રુઆરીથી શરૂ તો કરવામાં આવી, પરંતુ સમયના નિયંત્રણોને લીધે અડધાથી વધુ પ્રવાસીઓ હજુ પણ પ્રવાસથી વંચિત થઈ રહ્યા છે. કોરોના પૂર્વે મુંબઈના લોકલમાંથી રોજ આશરે 80 લાખ પ્રવાસીઓ અવરજવર કરતા હતા, જે 1લી ફેબ્રુઆરીથી સામાન્ય નાગરિકોને પણ સમયના નિયંત્રણ સાથે પ્રવાસની છૂટ મળ્યા પછી માંડ 33 લાખ પર પહોંચી છે.

કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં આવતું હોવાથી શહેરના બધા જ વ્યવહારો તબક્કાવાર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉપનગરોમાં સેંકડો પ્રવાસીઓ મુંબઈમાં કામધંધા માટે આવે છે. જોકે રોજનો પ્રવસ કરવા માટે સૌથી સસ્તો પરિવહન વિકલ્પ ઉપલબ્ધ નહીં હોવાથી પ્રવાસીઓએ બધા માટે સર્વ સમયે લોકલ સેવા શરૂ કરવાની માગણી કરી હતી. જોકે કોરોનાના સંક્રમણના ડરથી સવારે કામે જવાની અને સાંજે કામેથી ઘેર જવાનો સમય છોડતાં લોકલ પ્રવાસની છીટ આપવાનો સરકારે નિર્ણય લીધો હતો.

બધા માટે 1લી ફેબ્રુઆરીથી લોકલ ટ્રેનો શરૂ કર્યા પછી પ્રથમ દિવસ મધ્ય રેેલવેના ઉપનગરીય માર્ગ પર 60,415 રેલવે પાસનું વેચાણ થયું હતું. ઓફિસના કામકાજના છેલ્લા દિવસે, એટલે કે, શક્રવારે ફક્ત 28,444 પાસ કઢાવવામાં આવ્યા હતા. સોમવારથી શુક્રવાર દરમિયાન કુલ 2,12,501 પાસનું વેચાણ થયું હતું, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું.

બીજી બાજુ પશ્ચિમ રેલવેમાં 1થી 5 ફેબ્રુઆરીમાં 1,68,349 પાસનું વેચાણ થયું હતું અને 44,537 પાસને મુદતવધારો મળ્યો હતો. આ જ સમયગાળામાં 16 લાખથી વધુ ટિકિટોનું વેચાણ થયાનું પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું.

કંપનીઓ દ્વારા સમયમાં ફેરફાર નહીં
દરમિયાન રાજ્ય સરકારે 1લી ફેબ્રુઆરીથી બધા માટે ટ્રેનમાં પ્રવાસની પરવાનગી આપી તે સાથે ખાનગી કંપનીઓને કામકાજના કલાકોમાં ફેરફાર કરવા માટે અનુરોધ કર્યો હતો. ખાસ કરીને મોટા ભાગની કંપનીઓના કામકાજના કલાકો એકસમાન હોવાથી ટ્રેનોમાં ભીડ વધુ થાય છે. આથી જો સમયમાં ફેરફાર કરવામાં આવે તો ભીડ ઓછી થશે એવો સરકારનો અંદાજ છે. જોકે એક અ‌ઠવાડિયા વીતી જવું છતાં કંપનીઓએ સમય બદલવામાં કોઈ રસ લીધો નથી એવું દેખાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો