રોગચાળો:80 ટકાથી વધુ દર્દીઓ અન્ય વાયરસના ઈન્ફેક્શનથી હેરાન

મુંબઇ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેસ્પીરેટરી સેન્સિશિઅલ વાયરસથી બાધિત નાગરિકોનું પ્રમાણ વધ્યું

સતત બદલાતા વાતાવરણના કારણે શરદી, ઉધરસ, નબળાઈ જેવા કોરોના સમાન લક્ષણોવાળા 80 ટકાથી વધુ દર્દીઓને બીજા વાયરસજન્ય રોગોનું સંક્રમણ થયાનું જણાઈ રહ્યું છે. શ્વસન સાથે સંબંધિત રેસ્પીરેટરી સેન્સિશિયલ વાયરસના કારણે બાધિત થયેલા લોકોનું પ્રમાણ વધ્યું હોવાનું નિદાન નિષ્ણાતોએ કર્યુઁ છે.

છેલ્લા થોડા દિવસથી તડકો, વરસાદ અને ઓછું થયેલું તાપમાન જેવા મિશ્ર વાતાવરણના કારણે બીજા વાયરલ રોગોનો ફેલાવો થઈ રહ્યો છે. તાવ, શરદી, ઉધરસ, જેવા લક્ષણોવાળા દર્દીઓની પહેલા કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. પણ લગભગ 80 ટકા દર્દીઓમાં કોરોનાનું સંક્રમણ ન હોવાનું નિષ્પન્ન થાય છે. તેથી આવા દર્દીઓમાં વાયરસવાળી બીમારીના કારણે તાવ, શરદી, ઉધરસના લક્ષણો મળતા હોવાની માહિતી સંસર્ગજન્ય રોગોના નિષ્ણાત અને કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય ડો. વસંત નાગવેકરે આપી હતી.

વરિષ્ઠ નાગરિકોમાં RSVનું પ્રમાણ વધારે
આરએસવીગ્રસ્ત દર્દીઓનું પ્રમાણ વધેલું દેખાય છે પણ સામાન્ય રીતે આ બીમારી નાના બાળકોમાં હોય છે. પણ આ વર્ષે મોટેરાઓમાં પણ પ્રમાણ વધેલું જણાય છે. કોરોના પહેલાં વરિષ્ઠ નાગરિકોમાં આરએસવીનું પ્રમાણ લગભગ અઢીથી પાંચ ટકા હતું. અત્યારે આ પ્રમાણ 10 ટકા પર પહોંચ્યું છે. કોરોના થયા પછી રોગપ્રતિકારકશક્તિ ઓછી થવાથી વરિષ્ઠોમાં આ વાયરસની બાધા થવાનું પ્રમાણ વધ્યું હોવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...