તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મુંબઈમાં છેલ્લા 2 મહિનામાં 40 હજારથી વધુ ભાડાકરાર

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મે મહિનામાં 1000 ભાડા કરાર પણ થયા ન હતા

લોકડાઉનના સમયમાં ઠંડી પડેલી ભાડાના ઘરની માગ ફરીથી વધી રહી છે. છેલ્લા ત્રણ મહિનામાં વિલંબિત ભાડાકરારનું નૂતનીકરણ, ભાડાના નવા ઘર લેવાનું નાગરિકો પસંદ કરી રહ્યા છે. ઓગસ્ટમાં ઘરના ભાડાકરારના વ્યવહારોમાં થોડો વધારો થયો. અર્થાત ગયા વર્ષની સરખામણીએ એ ઓછો જ હતો. સપ્ટેમ્બરથી અર્થવ્યવસ્થા પાટે ચઢતી હોવાનું ચિત્ર દેખાતા અનેક જણે ઠેલીને રાખેલા ભાડાના ઘરના કરારનું નૂતનીકરણ કરવાની શરૂઆત કરી હતી.

આ વર્ષે સ્પેટમ્બરમાં 19,865 ઘર, ગાળા અને કાર્યાલયોના ભાડાકરારનું રજિસ્ટ્રેશન થયું છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં 16,692 રજિસ્ટ્રેશન થયા હતા. આ વર્ષે ઓકટોબરમાં 22,544 અને નવેમ્બરમાં 20,544 ભાડાકરાર થયા છે. ગયા વર્ષે આ મહિનાઓમાં અનુક્રમે 21,015 અને 18,845 ઘર તેમ જ આસ્થાપનાઓ ભાડે આપવામાં આવ્યા હતા.

લોકડાઉનની સખતાઈથી અમલબજાવણીના લીધે એપ્રિલ અને મે મહિનામાં ભાડેથી ઘર લેવાનો આંકડો ૧૦૦૦ પણ થયો નહોતો. જૂનમાં લોકડાઉન હળવો કરવાની પ્રક્રિયા શરૂ થતા ભાડાના વ્યવહારોમાં થોડી શરૂઆત થઈ હતી. જો કે કોરોનાને લીધે અને નોકરી જતી રહી હોવાથી અનેક જણ ગામ જતા રહ્યા. પરિણામે માગ ઓછી થતા મુંબઈના મોટા ભાગના ઘર ખાલી થયા. એમાં આર્થિક તકલીફને કારણે પહેલેથી બાકી ભાડું ચુકવવાનું શક્ય ન થતા ભાડાના કરારનું નૂતનીકરણ થતું નહોતું. જો કે સપ્ટેમ્બરથી વ્યવસાય અને નોકરીઓ થોડા પ્રમાણમાં શરૂ થતા વિલંબિત ભાડાકરારનું નૂતનીકરણ શરૂ થયું છે. તેથી ત્રણ મહિનામાં ભાડાના ઘરના રજિસ્ટ્રેશનમાં વધારો થયો છે એવી માહિતી રિયલ એસ્ટેટ એજન્ટો આપે છે. છેલ્લા ત્રણ મહિનામાં ઘરના વ્યવહારોમાં વધારો થયો છે છતાં ગયા વર્ષની સરખામણીએ આ વ્યવહાર ઓછા છે. ગયા વર્ષે એપ્રિલથી નવેમ્બર સુધી 1,68,000 નાગરિકોએ ભાડેથી ઘર અને દુકાનો લીધી હતી. આ વર્ષે 1,02,000 નાગરિકોએ વ્યવહાર કર્યાનું રજિસ્ટ્રેશન ઓફિસના આંકડાઓ પરથી જણાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો