તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ:રાજ્યમાં મ્યુકરમાઈકોસિસથી1000થી વધુના મોત

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • દર્દીઓની સંખ્યા 9 હજાર સુધી પહોંચતા ચિંતા

રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઓસરી રહી છે ત્યારે મ્યુકરમાઈકોસિસે ચિંતા વધારી છે. મ્યુકરમાઈકોસિસના દર્દીઓની સંખ્યા 9000 સુધી પહોંચી છે અને અત્યારે સુધી 1000થી વધુ દર્દીઓના મૃત્યુ થયા છે. મે મહિનામાં મ્યુકરમાઈકોસિસનો પ્રથમ દર્દી રાજ્યમાં મળ્યો હતો.

ત્યારથી અત્યાર સુધી 8920 દર્દીઓની નોંધ થઈ છે. એમાંથી 4357 દર્દીઓ સાજા થયા છે અને 1014 દર્દીઓના મૃત્યુ થયા છે. દર્દીઓ વધવાની ઝડપ ઓછી થઈ છે છતાં અત્યારે 3395 દર્દીઓની સારવાર ચાલુ છે. મ્યુકરમાઈકોસિસના કારણે રાજ્યમાં થયેલા કુલ મૃત્યુમાંથી સૌથી વધુ 178 મૃત્યુ પુણે જિલ્લામાં થયા છે. એ પછીના ક્રમે મુંબઈમાં 129, નાગપુરમાં 118 મૃત્યુની નોંધ થઈ છે. અત્યારે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા પુણેમાં વધારે છે. મુંબઈમાં સારવાર લેતા એક તૃતીયાંશ દર્દીઓ બહારગામના છે એમ મહાપાલિકાનું જણાવવું છે.

ડોકટર સલાહ અવગણીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ
મ્યુકરમાઈકોસિસનું જોખમ વધી રહ્યું છે છતાં લોકો હોસ્પિટલમાં જવાનું ટાળે છે એમ જણાયું છે. રાજ્યમાં 154 દર્દીઓએ ડોકટર સલાહ અવગણીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...