તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:લોકડાઉનના નિયમોનો ભંગ કરવાના 1 લાખથી વધુ કેસ, 218 પોલીસ પર હુમલા થયા

મુંબઈ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

લોકડાઉનના નિયમો ભંગ કરવાના 1,06,569 કેસ 22 માર્ચથી 14 મે સુધીમાં રાજ્યમાં દાખલ થયા છે. ક્વોરન્ટાઈનના નિયમોનો ભંગ કરવાના 669 કેસ નોંધવામાં આવ્યા છે, એમ પોલીસની યાદીમાં જણાવાયું છે. 218 પોલીસ પર હુમલા થયા હતા, જેમાં 1 હોમગાર્ડના જવાન અને 83 પોલીસ ઘાયલ થયા છે. આ સંબંધમાં પોલીસે 770 જણની ધરપકડ કરી છે. ડાયલ 100 પર 91,196 કોલ્સ આવ્યા હતા. 107 અધિકારી સહિત 1001 પોલીસ કોરોના પોઝિટિવ આવ્યા છે. 8 પોલીસનાં મોત થયાં છે.દરમિયાન અનધિકૃત પરિવહનના 1296 કેસ નોંધાયા છે. 20,195ની ધરપકડ કરાઈ છે, જ્યારે 57,479 વાહન જપ્ત કરાયાં છે. રૂ. 4,09,69,094નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. 34 આરોગ્ય વ્યવસાયિકો પર હુમલા થયા છે, એમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો