નિવેદન:મલિકને મંત્રીમંડળમાં રાખવા સરકારને વધુ રસઃ ફડણવીસ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકો મોદી તરફી થયા હોવાથી ઠાકરે સરકારને પેટમાં દુખે છે

દેશને મોદી નેતૃત્વ આપી રહ્યા છે. આથી લોકો તેમના તરફી થઈ રહ્યા છે. આને કારણે મહાવિકાસ આઘાડીના પેટમાં દુખે છે. સરકાર નવાબ મલિકને મંત્રીમંડળ રાખવા ધડપડ કરી રહી છે. તે જ ધડપડ ઓબીસી અનામત માટે કરવી જોઈતી હતી, એવી ટીકા રાજ્યના વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે શનિવારે કરી હતી.

બે વર્ષ થયા છતાં મહાવિકાસ આઘાડી સરકાર ઈમ્પિરિકલ ડેટા માટે પ્રયાસ કરતી નથી. જોકે નવાબ મલિક મંત્રીમંડળમાં રહે તે માટે ધડપડ કરી રહી છે. તે જ ધડપડ ઓબીસી અનામત માટે કરી હોત તો તેમને અનામત મળી ગયું હોત.

દેશવિરોધી કામ કરનારી ડી કંપની સાથે રાષ્ટ્રવાદીના નેતા નવાબ મલિકના સંબંધ છે. તેમના સંબંધ હોવાના પુરાવા ચાર્જશીટ દ્વારા બહાર આવી રહ્યા છે. દાઉદ સાથે મંત્રીનો સંબંધ હોઈ તે મંત્રીમંડળમાં રહે એ માટે જ મહાવિકાસ આઘાડીના પ્રયાસ છે, એમ તેમણે જણાવ્યું હતું.

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ દેશે જોયું હોઈ તેમનાં કામોને લીધે તેમની તરફ લોકોનો ઝુકાવ છે. આ મહાવિકાસ આઘાડીને સહન થતું નથી. મોદીનો જનાધાર જોઈને તેમના પેટમાં દુખે છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...