તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:પ્રત્યારોપણ શસ્ત્રક્રિયા પછી મોનિકા મોરેના બંને હાથોમાં સંવેદના આવી

મુંબઇ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાથોનું હલનચલન અને નાનાં- મોટાં કામ કરી શકે છે

2014 વર્ષમાં રેલવે અકસ્માતમાં મોનિકા મોરેએ બંને હાથ ગુમાવ્યા હતા. તેની પર બંને હાથોના પ્રત્યારોપણની શસ્ત્રક્રિયા 28 ઓગસ્ટ, 2020ના રોજ પાર પડી હતી. આ માટે 32 વર્ષીય એક બ્રેન-ડેડ વ્યક્તિના હાથ તેને મળ્યા હતા, જે ચેન્નાઈથી મુંબઈ લાવીને પ્રત્યારોપણ કરાયા હતા. આ પછી મોનિકાના હાથોમાં હવે સંવેદના અને તાકાત આવી છે. તે હાથોનું હલનચનલ કરી શકે છે અને નાનાં- મોટાંકામો પણ કરી શકે છે.

મોનિકા પર મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં હાથોની પ્રત્યારોપણ શસ્ત્રક્રિયા પાર પાડવામાં આવી હતી, જેમાં સફળતા મળી છે. સફળતાથી બંને હાથોનું પ્રત્યારોપણ કરાયું હોય તેની મોનિકા સંભવિત રીતે પહેલી જ યુવતીછે. પ્રત્યારોપણ પછી તેને ફિઝિયોથેરપી અને કસરત કરવાની સલાહ આપવામાં આવી હતી. ફિઝિયોથેરપીને મોનિકાએ સારો પ્રતિસાદ આપ્યો હોઈ તે હવે પોતાના હાથોથી નાનાં- મોટાં કામો કરી શકે છે.

દરમિયાન ભાજપના નેતા કિરીટ સોમૈયાએ મોનિકાની મુલાકાત લીધી હતી અને તેની પૂછપરછ કરી હતી. આ પછી સોમૈયાએ ટ્વીટ કર્યું કે ટ્રાન્સપ્લાન્ટ કરેલી બંને હાથોથી મોનિકાએ મને પાણી આપ્યું. જીવનનો આ અવિસ્મરણીય પ્રસંગ છે. નોંધનીય છે કે મોનિકાની આ શસ્ત્રક્રિયામાં સોમૈયાનું નોંધપાત્ર યોગદાન છે.

બંને હાથોથી કામ કરી શકે છે
2014માં રેલવે અકસ્માતમાં મોનિકાએ બંને હાથ ગુમાવ્યા હતા. ઓગસ્ટ 2020માં ોતેની પર હાથોના પ્રત્યારોપણની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. હવે બંને હાથ કામ કરવા લાગ્યા છે, જેના થકી તે નાનાં- મોટાં અમુક કામો જાતે કરી શકે છે. હવે તે અમુક કામો કરી શકે છે. છ મહિના પછી લખી પણ શકશે.

અન્ય સમાચારો પણ છે...