તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટિસ:ધોબીઘાટના ધોબીઓ માટે દુકાળમાં અધિક માસ જેવો ઘાટ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહાપાલિકાએ ઘાટના પથ્થરનું ભાડું ભરવાની નોટિસ માલિકોને બજાવી

મહાલક્ષ્મી ખાતેના ધેબી ઘાટમાં 731 ધોબીઓના પથ્થર છે. હાલની સ્થિતિમાં કેટલાકને થોડું ઘણું કામ મળે છે પણ બાકીનો ઘાટ તદ્દન શાંત છે. છેલ્લા ત્રણ મહિનાથી કામ ન હોવાથી અનેક જણ માટે ગુજરાન ચલાવવાની સમસ્યા ગંભીર બની છે. એક તરફ કોઈ મદદ મળતી નથી તો બીજી તરફ મહાપાલિકાએ ઘાટના પથ્થરનું ભાડું ભરવાની નોટિસ માલિકોને બજાવી છે. લોકડાઉનને કારણે મંદ પડેલા અર્થચક્રનો ફટકો અસહ્ય થવાથી અનેક લોન્ડ્રી ચાલકો પર ધંધો બંધ કરવાનો સમય આવ્યો છે. આ ક્ષેત્રના હજારો કામદારોનો પેટિયુ રળવાનો પ્રશ્ન ગંભીર બન્યો છે. કાર્યાલયો બંધ હોવાથી નાગરિકોની ઘરની બહાર અવરજવર બંધ છે.

એક કરતા વધુ લોન્ડ્રીના માલિકોએ એક રાખીને બાકીની બંધ કરી છે
આ નોકરિયાતોને અત્યારે કપડા ધોવા અને ઈસ્ત્રી કરવા લોન્ડ્રીમાં જવાની જરૂર પડી નથી. હોટેલો પણ હજી બંધ છે. રેલવે પણ મર્યાદિત પ્રમાણમાં ચાલુ હોવાથી એનું પણ ઝાઝુ કામ મળતું નથી. સલૂન ચાલકો પણ સુરક્ષાની દષ્ટિએ કપડાના એપ્રનને બદલે એક વખત વાપરીને ફેંકી દેવાય એવા કપડા વાપરવાની શરૂઆત કરી છે. આ બધાનો મોટો ફટકો પડ્યો છે. કામ જ ન હોવાથી કામ વિના બેઠા રહેવાનો સમય આવ્યો છે. એમાં અનેક દુકાનો ભાડાની છે. ભાડુ દર મહિને ભરવું પડતું હોવાથી એના માટે રૂપિયાનો મેળ કરવા નાકે દમ આવી જાય છે. કેટલાક ધોબીઓની બેત્રણ પેઢી ધોબી ઘાટમાં કામ કરે છે. અનેકની એકથી વધારે લોન્ડ્રી છે. ઘણાં કામદારો છે. પણ હાલની સ્થિતિમાં ભાડું ભરવું શક્ય ન હોવાથી એક કરતા વધુ લોન્ડ્રીના માલિકોએ એક રાખીને બાકીની બંધ કરી છે.

ખૂબ ઓછા ગ્રાહકો ઘરે આવીને કપડા લઈ જવાનું જણાવે છે
કામદારો ઓછા કર્યા છે. આ પહેલાં કામદારોને સૂચના આપીને કામ કરાવતા હતા. પોતાને કામ કરવાની જરૂર પડતી નહોતી. હવે કામ જ નથી. જે થોડા ઘણાં કપડા ધોવા માટે મળે છે તે પોતે જ ધોઈ નાખીએ છીએ. આવક ન હોવાથી પગાર આપવો શક્ય નથી એવી વ્યથા અહીંના ધોબીઓ વ્યક્ત કરે છે. મહાલક્ષ્મી રેલવે સ્ટેશનના પુલ પરથી દેખાતા ધોબી ઘાટ પર સૂકાતા કપડાઓને કારણે ધાટ દેખાતો નહોતો. લગભગ 5 હજાર કારીગરો અહીં કામ કરે છે. અત્યારે ઘાટ સુનો પડ્યો હોવાથી ફક્ત 200 થી 250 લોકો જોવા મળે છે. તે બધા પણ કામ વિના બેઠા છે. કોરોનાનું સંક્રમણ થવાના ડરથી સોસાયટીઓમાં પ્રવેશ આપવામાં આવતો નથી. કોરોનાના સંક્રમણના ડરથી લોકો કપડા આપવા માટે ગભરાય છે. ઘેરઘેર જઈને કપડા લાવવા પર મર્યાદા છે. ખૂબ ઓછા ગ્રાહકો ઘરે આવીને કપડા લઈ જવાનું જણાવે છે એમ અહીંના ધોબીઓ જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...