તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:અભિનેતા સુશાંતસિંહની જેમ મૃત્યુ થશે એવો ખોટો પ્રચાર કરનાર સામે મોહિત રૈનાની ફરિયાદ

મુંબઇ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવોં કે દેવ મહાદેવ સિરિયલના અભિનેતા મોહિત રૈનએ ગોરેગાવ પોલીસમાં ચાર જણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સોશિયલ મિડિયા પર રોહિત સંબંધમાં અમુક લોકોએ ખોટી અને આંચકાજનક માહિતી પ્રસારિત કરી હતી. ઉપરાંત અફવા ફેલાવવામાં આવી હતી. આ પછી તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે સારા શર્મા, તેના સહયોગીઓ પરવીન શર્મા, આશિવ શર્મા અને મિથિલેશ તિવારી સામે ગુનો દાખલ કર્યો છે. ગુનાખોરી કાવતરું રચવું, પોલીસને ખોટી માહિતી આપવી, ધમકી આપવી અને ખંડણીની માગણી કરવી વગેરે કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક અને ભૌકાલ જેવી વેબ સિરીઝના અભિનેતા મોહિતની બાબતમાં આશ્ચર્યજનક દાવો સોશિયલ મિડિયા પર કરવામાં આવ્યો છે. મોહિતની શુભચિંતક હોવાનું જણાવીને સારા શર્મા નામે યુવતીએ સોશિયલ મિડિયા પર મોહિત બચાઓ અભિયાન શરૂ કર્યું છે.

આ અભિયાન અંતર્ગત એવો દાવો કરવામાં આવ્યો છે કે સુશાંતસિંહ રાજપૂતની જેમ જ મોહિત રૈનાનું પણ મૃત્યુ થઈ શકે છે.મોહિત અને કુટુંબીઓને આ વાતની જાણ થતાં તેણે સ્પષ્ટ કર્યું છે કે હું સાજો છું અને ફિટ છું. આ પછી મોહિતે બોરીવલી કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટના નિર્દેશ અનુસાર હવે ગોરેગાવ પોલીસે એફઆઈઆર દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...