સર્જરી:સંપૂર્ણ ઘૂંટણ પ્રત્યારોપણમાં આધુનિક સર્જરી જ સફળ

મુંબઇ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

આર્થ્રાઈટિસથી હાનિ પહોંચેલા ઘૂંટણ અને ઘૂંટણને અસર કરતા આર્થ્રાઈટિસના વિવિધ પ્રકાર માટે સંપૂર્ણ ઘૂંટણ પ્રત્યારોપણ સૌથી સામાન્ય પ્રક્રિયા છે અને નેવિગેશન અને પીડારહિત સર્જરી દ્વારા સંપૂર્ણ ઘૂંટણ પ્રત્યારોપણમાં આધુનિકતાથી દર્દીઓનું જીવન વધુ આસાન બની ગયું છે. લોકહાર્ટ હોસ્પિટલ, મુંબઈ સેન્ટ્રલ દ્વારા નિષ્ણાત ટીમ સાથે દર્દીની સુરક્ષા, આરામ અને સહજને સૌથી અગ્રતા આપીને આ જ પ્રકારની પીડારહિત સર્જરી રજૂ કરવામાં આવી છે.તેને કોમ્પ્યુટર આસિસ્ટેડ અથવા કોમ્પ્યુટર નેવિગેટેડ ની રિપ્લેસમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે.

અનુભવી જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. મુદિત ખન્નાએ જણાવ્યું હતું કે મોટા ભાગના દર્દીઓ પર અમે મલ્ટીમોડલ અત્યાધુનિક દર્દ નિયંત્રણ પ્રોટોકોલ સાથે લઘુતમ કાપો લેવો પડે તેવી સર્જિકલ ટેક્નિકનો ઉપયોગ કરીએ છીએ, જેથી દર્દીને પીડારહિત અનુભવ થાય. આ ટેક્નિકથી સર્જરી કરાયેલા મોટા ભાગના દર્દીઓ વહેલા ઊભા અને સક્રિય થાય છે. વળી, ફિઝિકલ થેરપિસ્ટની સહાયથી તે જ દિવસથી ચાલી શકે છે અને ત્રીજા દિવસ સુધી રજા આપવામાં આવે છે. ઉપરાંત નેવિગેશન ટીકેઆર સર્જરી અચૂક અને આધુનિક છે, જેમાં અચૂક ઈમેજિંગ અને અસલ સમયની ટ્રેકિંગ સિસ્ટમ હોવાથી સફળ ઘૂંટણ પ્રત્યારોપણ હાંસલ કરી શકાય છે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...