તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:કલ્યાણ જેલના ટોઈલેટમાંથી મોબાઈલ, વાયર, પિન મળ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ વસ્તુ જેલમાં કઈ રીતે આવી તેની તપાસ શરૂ

જેલમાં આરોપીઓ પાસે વાંધાજનક વસ્તુઓ છે એવી માહિતીને આધારે જેલ કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવતાં જેલના ટોઈલેટમાંથી મોબાઈલ ફોન, ઈલેક્ટ્રિક વાયર, સ્ટીલની પિન વગેરે વસ્તુઓ મળી આવ્યા હતા. આ વસ્તુઓ જેલમાં કઈ રીતે આવી અને તેનાથી કોણ શું કરવાના હતા તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

કલ્યાણની આધારવાડી જેલમાં કાંઈક ગડબડ છે એવી માહિતીને આધારે જેલના કર્મચારીઓએ શુક્રવારે અચાનક તપાસ શરૂ કરી હતી. બધી બરાક તપાસ દરમિયાન એકના ટોઈલેટમાં બે પાણીના ડ્રમ વચ્ચે અથાણાની એક બરણી છુપાવેલી જોવા મળી.

આ બરણી ખોલવામાં આવતાં તેમાં મોબાઈલ ફોન, ઈલેક્ટ્રિક વાયર, 25થી 30 સ્ટીલની પિન, ઈલેક્ટ્રિક સરકિટનું બોર્ડ અને બે પેકેટ સીલન્ટ મળી આવ્યા હતા, એમ ખડકપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.આ અંગે પૂછપરછ કરવામાં આવતા બરાકમાં રખાયેલા બધા આરોપીઓએ આ ચીજો અહીં કઈ રીતે આવી તેની માહિતી નથી એમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...