તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જાસૂસીને નામે મોબાઈલના સીડીઆર (કોલ ડિટેઈલ્સ રેકોર્ડ), એસડીઆર, લોકેશન, બેન્ક સ્ટેટમેન્ટ ગેરકાયદેસર રીતે પ્રાપ્ત કરીને ગ્રાહકો પાસેથી મોંમાગ્યા દામ પડાવવાના અને આ ગોપનીય માહિતીની ચોરી કરવાના કૌભાંડમાં ક્રાઈમ બ્રાન્ચની કુર્લા શાખાએ એક ડિટેક્ટિવ અને તેના સાગરીતની ગોરેગાવથી ધરપકડ કર્યા પછી આ કૌભાંડનાં મૂળિયાં અનેક રાજ્યમાં ફેલાયેલાં હોવાનું બહાર આવ્યું છે.
જગદીશ સાઈલની આગેવાની હેઠળની ટીમે ગોરેગાવ પૂર્વના પ્રેમનગરમાં રહેતા અને એસેન્ટ કોન્ફિડેન્શિયલ એન્ડ ઈન્વેસ્ટિગેશન નામે જાસૂસી સંસ્થા ચલાવતા શૈલેષ સદાશિવ માંજરેકર (39) અને ગોરેગાવ તીનડોંગરીમાં રહેતા તેના સાથી રાજેન્દ્ર સિંગેશ્વર સાઉ (26)ની ધરપકડ કરી છે, જ્યારે દિલ્હી, કર્ણાટક, ઓરિસા, હરિયાણા સહિતનાં રાજ્યોના જાસૂસોની શોધ શરૂ કરી છે.
એક શખસે પોતાના મિત્રની પત્નીના ચારિત્ર્ય પર શંકા હોવાથી તેની માહિતી કઢાવવા માટે તા મોબાઈલ ફોનનો સીડીઆર કઢાવીને જોઈએ છે એમ માંજરેકરને જણાવ્યું હતું. આની ખાતરી કરવા માટે અગાઉ કઢાવવામાં આવેલી ગ્રાહકની સીડીઆરની વિગતો મિત્રને જોઈએ છે એમ શખસે કહ્યું હતું. માંજરેકરે જૂની સીડીઆર લેવા માટે શખસને ગોરેગાવ પશ્ચિમમાં લિંક રોડ પર હાઈપર સિટી સામે બોલાવ્યો હતો.નક્કી થયા મુજબ માંજરેકર સીડીઆર સંબંધી દસ્તાવેજો લઈને આવ્યો ત્યારે નક્કી થયા મુજબ ત્યાં છટકું ગોઠવીને બેઠેલા સિનિયર પીઆઈ જગદીશ સાઈલ અને તેની ટીમે માંજરેકર સાથે તેના સાથે સાઉની પણ ધરપકડ કરી હતી. આ પછી ઊલટતપાસમાં માંજરેકરે કબૂલ કર્યું કે દિલ્હીમાં રહેતો એક ખાનગી ડિટેક્ટિવ પાસેથી તે આ ગોપનીય માહિતી પ્રાપ્ત કરે છે.
આ ગોપનીય માહિતી પછી માગણી અનુસાર મુંબઈ, દિલ્હી, ઓરિસા, કર્ણાટક, હરિયાણામાં માગણી અનુસાર અન્ય ડિટેક્ટિવ એજન્સીઓને મોંમાગ્યા દામ પડાવીને વેચે છે, જે પછી આ એજન્સીઓ જરૂર હોય તે ગ્રાહકો પાસેથી મોંમાગ્યા દામે વેચે છે. આમાં મહિલા જાસૂસોનો પણ સમાવેશ થાય છે.
વાંધાજનક દસ્તાવેજો, ઉપકરણો જપ્ત
આમ, અનેક રાજ્યમાં આ કૌભાંડ ફેલાયેલું છે, જેમાં ગ્રાહકોની વિશ્વસનીય અને ગોપનીય માહિતી આ જાસૂસો ચોરીથી કઢાવીને તેનો સોદો કરે છે. આથી આ અંગે વધુ તપાસ ચાલી રહી છે. માંજરેકર અને સાઉના ઘર અને ઓફિસની તલાશી લઈને વિવિધ કાગળિયાં, ઉપકરણો સહિત વાંધાજનક દસ્તાવેજો હસ્તગત કરવામાં આવ્યા છે. આરોપી પાસેથી જપ્ત કરેલી પેન ડ્રાઈવમાં 200 જણના કોલ રેકોર્ડસ અને બેન્કની વિગતો મળી આવી છે. આરોપીઓએ આ રીતે કોની કોની ગોપનીય માહિતીઓ કઢાવીને વેચી છે તેની તપાસ કરવામાં આવી છે.
આ કૌભાંડનાં મૂળિયાં આંતરરાજ્ય સ્તરે ફેલાયેલાં હોવાનું મળી આવ્યું છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આરોપીઓ આ રીતે ગોપનીય માહિતીની લેવેચ કરતા હોવાનું જણાઈ રહ્યું છે, જેની ઊંડાણથી તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ પ્રકરણમાં એક મહિલા સહિત સાત ખાનગી જાસૂસોની શોધ આદરવામાં આવી છે. ઉપરાંત ઘણા બધા ડિટેક્ટિવો સંકળાયેલ હોઈ શકે છે, જેની પણ તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું હતંુ.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.