તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહાપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષોમાં ઈનકમિંગ અને આઉટગોઈંગ વધી ગયું છે. હાલ રાજ્યમાં શિવસેના- રાષ્ટ્રવાદી અને કોંગ્રેસની મિલીજૂલી સરકાર હોવાથી આ ત્રણ પક્ષોના નેતા, પદાધિકારીઓ અને કાર્યકરોમાં અન્ય પક્ષોમાં જવામાં વધુ રસ જણાતો નથી, પરંતુ અન્ય પક્ષોની હાલત કફોડી બની રહી છે.
કલ્યાણ- ડોંબિવલી મહાપાલિકાની આગામી ચૂંટણીની પાર્શ્વભૂમિમાં ડોંબિવલીમાં મનસેને જોરદાર આંચકા લાગી રહ્યા છે. સોમવારે ડોંબિવલી શહેરાધ્યક્ષ રાજેશ કદમે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. હવે મંગળવારે મનસેને બીજો આંચકો લાગ્યો છે. મનસેના નગરસેવક અને જૂથ નેતા મંદાર હળબેએ ભાજપમાં પ્રવેશ કર્યો છે. પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ અને માજી મંત્રી વિધાનસભ્ય રવીંદ્ર ચવ્હાણની હાજરીમાં આ પક્ષપ્રવેશ સમારંભ પાર પડ્યો હતો.
મનસેમાં શરૂ થયેલા આ ગળતર પછી મનસેના અમુક મુખ્ય નેતાઓ દાદર શિવાજી પાર્ક ખાતે પક્ષપ્રમુખ રાજ ઠાકરેના કૃષ્ણકુંજ બંગલોમાં પહોંચી ગયા હતા. કલ્યાણ ગ્રામીણના વિધાનસભ્ય રાજુ પાટીલ, નીતિન સરદેસાઈ અને બાળા નાંદગાવકર કૃષ્ણકુંજ પર પહોંચી ગયા હતા અને ગળતર રોકવા માટે દીર્ઘ ચર્ચાવિચારણા થઈ હતી.
મંદાર હળબે હમણાં સુધી બે વાર નગરસેવક તરીકે ચૂંટાઈ આવ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં મનસે તરફથી ડોંબિવલી મતવિસ્તારની ટિકિટ હળબેને આપવામાં આવી હતી. જોકે તેમાં તેઓ હારી ગયા હતા. ડોંબિવલીના મનસેના શહેરાધ્યક્ષ રાજેશ કદમે સોમવારે શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. કદમ સાથે મનસેના 11 પદાધિકારીઓએ પોતાના હાથ પર શિવબંધન બાંધી લીધું હતું. મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના વર્ષા નિવાસસ્થાને તેમણે શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. મનસેના ડોંબિવલીના આક્રમક નેતા તરીકે રાજેશ કદમની ઓળખ છે. મનસેની સ્થાપના થઈ ત્યારથી દરેક રાજકીય આંદોલનમાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. જોકે ચૂંટણી નજીક આવતાં જ પક્ષને રામરામ કરતાં રાજકીય વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.