તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:MMRDA દ્વારા અંડરગ્રાઉન્ડ માર્ગ માટે સલાહકારો નિમાશે

મુંબઈ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ટેંડરોને સારો પ્રતિસાદ મળવાથી આગળનું કામ ચાલુ

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ડોમેસ્ટિક એરપોર્ટને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સાથે જોડવા માટે બાંધવામાં આવનાર અંડરગ્રાઉન્ડ રોડ માટે મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણે પ્રકલ્પ વ્યવસ્થાપક સલાહકાર નિમવાની હિલચાલ શરૂ કરી છે. ગયા મહિને આ અંડરગ્રાઉન્ડ રોડના આર્કિટેકચરલ કામ માટે ટેંડર જારી કર્યા હતા અને હવે સલાહકારો માટે ટેંડર જારી કરવામાં આવ્યા છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી એરપોર્ટ દરમિયાન ટ્રાફિક જામ ઓછો કરવા માટે એમએમઆરડીએ મારફત 3 અંડરગ્રાઉન્ડ રોડ અને ફ્લાયઓવરના એક્સટેન્શનનું કામ કરવામાં આવી રહ્યું છે. એના માટે જારી કરેલા ટેંડરની મુદત 8 ફેબ્રુઆરી હતી. એને પ્રતિસાદ મળ્યો છે અને હવે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે એવી માહિતી અધિકારીઓએ આપી હતી.

એ સાથે જ તાજેતરમાં એમએમઆરડીએએ અંડરગ્રાઉન્ડ રોડના પ્રકલ્પમાં વ્યવસ્થાપન સલાહકાર માટે પણ ટેંડર કાઢ્યા છે. આ પ્રકલ્પમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર દહિસરની દિશામાં જવા અંડરગ્રાઉન્ડ માર્ગ તેમ જ બાંદરાની દિશામાં જવા એક અંડરગ્રાઉન્ડ માર્ગ બાંધવામાં આવી રહ્યો છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી ડોમેસ્ટિક એરપોર્ટ જવા માટે વિલેપાર્લેથી એક અંડરગ્રાઉન્ડ રોડ બાંધવામાં આવશે. એ સાથે જ ચોકના ફ્લાયઓવરને પહોળો કરવામાં આવશે. એના લીધે બંને બાજુએ વધુ એક લેન ઉપલબ્ધ થશે. આ તમામ કામ બે વર્ષમાં પૂરા કરવાનો એમએમઆરડીએનો ઉદ્દેશ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો