મુંબઈ હાઈ કોર્ટમાં ધારાસભ્ય નિતેશ રાણેના ધરપકડ પૂર્વ જામીન પર સુનાવણી પૂર્ણ થઈ ગઈ હતી અને કોર્ટ સોમવારે તેનો ચુકાદો સંભળાવશે. આ પરિણામ સુધી નિતેશ રાણેને ધરપકડમાંથી મળેલી રાહત યથાવત રાખવામાં આવી છે. દરમિયાન કોર્ટે રાહતની મુદત વધારતાં જ તેઓ ગુરુવારે ભૂગર્ભમાંથી બહાર આવ્યા હતા અને સિંધુદુર્ગ બેન્કની ચૂંટણી જીતનારને અભિનંદન આપ્યા હતા.
મુંબઈ હાઈ કોર્ટે ગુરુવારે ધારાસભ્ય નિતેશ રાણે દ્વારા દાખલ કરાયેલી અરજી પરના આદેશ અનામત રાખ્યો હતો, જેમાં હત્યાના પ્રયાસના કેસમાં તેમની ધરપકડની સંભાવના વ્યક્ત કરાઇ હતી. હાઈ કોર્ટ સોમવારે તેનો આદેશ જાહેર કરે તેવી શક્યતા છે અને ત્યાં સુધી કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નિતેશની ધરપકડ કરવામાં આવશે નહીં.
જસ્ટિસ ચંદ્રકાંત ભદંગની ખંડપીઠે સમક્ષ આ કેસમાં રાણે વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અશોક મુંદરગી અને એડવોકેટ નીતિન પ્રધાનની અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર સુદીપ પાસબોલાની દલીલો સાંભળ્યા બાદ પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.ઉલ્લેખનીય છે કે, સિંધુદુર્ગ જિલ્લામાં કણ્કવલી વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા નિતેશે સંતોષ પરબ પરના હુમલાના સંબંધમાં ધરપકડ પૂર્વે જામીન મેળવવા માટે અરજી કરી હતી.
ડિસેમ્બર 2021માં સિંધુદુર્ગની સેશન્સ કોર્ટે તેમની અરજી ફગાવી દીધા બાદ તેમણે હાઇ કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમની પર આરોપ છે કે તેમણે ફરિયાદી પર હુમલો કર્યો હતો.તેમના બચાવમાં રાણેએ દાવો કર્યો છે કે તપાસમાં તથ્ય નથી. રાજકીય હેતુઓ માટે અને ગત 23 ડિસેમ્બરે વિધાનભવનની બહાર બનેલી ઘટનાનું પરિણામ છે.
એડવોકેટ પ્રધાને દલીલ કરી હતી કે એફઆઈઆર ડિસેમ્બરમાં વિધાન ભવનની બહાર જાહેરમાં ટીકા કરવાની ઘટનાનું પરિણામ હતું. વકીલે દલીલ કરી હતી કે, આ ઘટનાથી શાસક રાજકીય પક્ષને એટલું નુકસાન થયું કે તેઓએ એફઆઈઆર દાખલ કરી.વધુમાં, નિતેશે સિંધુદુર્ગની નીચલી અદાલતના રિમાન્ડના આદેશો પર આધાર રાખ્યો હતો, જેમાં ફરિયાદી દ્વારા કરવામાં આવેલી “ઈજાઓની સરળ પ્રકૃતિની નોંધ લેવામાં આવી હતી એમ વકીલે દલીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.