તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:મુંબઈમાં મહત્તમ તાપમાનમાં ફરી ઘટાડાથી મિશ્ર અનુભવ

મુંબઈ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • અચાનક ગરમી બાદ એક અઠવાડિયામાં મહત્તમ તાપમાનમાં ફરી ઘટાડો

મુંબઈમાં ગત શુક્રવાર (29 જાન્યુઆરી)થી વધતા મહત્તમ તાપમાનમાં ગઈકાલે (ગુરુવાર)- આજે (શુક્રવાર) ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો, જેને કારણે મુંબઈમાં તાજેતરમાં ઠંડી – ગરમીનું વાતાવરણ છવાયું છે. ખાસ કરીને સવારે અને રાત્રે વાતાવરણ ઠંડું રહે છે, જ્યારે બપોરે વાતાવરણમાં ભારે ગરમાટો હોય છે.આગામી એક અઠવાડિયા સુધી મહત્તમ તાપમાનમાં હજુ એકથી બે ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થઈ શકે છે. આથી કાળઝાળ ગરમીથી હાલપૂરતો છુટકારો થશે. 29 જાન્યુઆરીથી મુંબઈ શહેર અને ઉપનગરોમાં મહત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું હતું.

ચાર દિવસમાં તે 30 ડિ.સે. પરથી 36 ડિ.સે. સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. આને કારણે દિવસમાં ઉકળાટ વધી ગયો હતો. જોકે બુધવારથી તેમાં ઘટાડો થવા લાગ્યો છે. ગુરુવાર અને શુક્રવારે સાંતાક્રુઝ વેધશાળામાં 31.4 ડિ.સે., જ્યારે કોલાબા વેધશાળામાં 30.4 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાયું હતું. છેલ્લા ચાર દિવસમાં લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિ.સે. વધારો થયો હોઈ તે 20 ડિ.સે.થી વધુ નોંધાયું છે.

તેમાં ઘટાડો થયો છે. ગુરુવાર અને શુક્રવારે તે સાંતાક્રુઝમાં 18.5 ડિ.સે. નોંધવામાં આવ્યું હતું, જ્યારે કોલાબામાં 20.5 ડિ.સે. નોંધવામાં આવ્યું હતું.પુણે શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી લઘુતમ તાપમાન 10 ડિ.સે. આસપાસ છે. આથી રાત્રે અને સવારે ઠંડક જણાય છે, જ્યારે શુક્રવારે પુણેમાં 10.3 ડિ.સે. લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો