તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જમીન ખરીદી પ્રકરણ:જમીન ગોટાળાની તપાસનો ગુમ અહેવાલ મળ્યોઃ ખડસને જ ઠપકો

મુંબઇ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પદનો દુરુપયોગ કર્યો હોવાથી મુશ્કેલીમાં વધારો થઈ શકે

ભોસલી એમઆઈડીસી ખાતે જમીન ખરીદી પ્રકરણને લીધે રાષ્ટ્રવાદીના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મહેસૂલ મંત્રી એકનાથ ખડસેની મુશ્કેલીમાં વધારો થયો છે. ખડસેના જમાઈની ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે તે ધ્યાનમાં લેતાં ખડસે સંબંધમાં ઝોટિંગ સમિતિનો ગોપનીય અહેવાલ મંત્રાલયમાંથી ગાયબ થયો હોવાની વાત ફેલાઈ હતી. આ અહેવાલમાં ખડસેને ક્લીન ચિટ આપવામાં આવી હતી હોવાની પણ વાતો ચગી હતી.

જોકે હવે આ અહેવાલ મળી ગયો છે અને તેમાં ખડસેએ પદનો દુરુપયોગ કર્યો હોવાનો ઠપકો મૂક્યો છે એવી માહિતી બહાર આવતાં તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. ખડસે પર જમીન ખરીદી પ્રકરણે થયેલા આરોપ બાદ તત્કાલીન મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે તપાસ માટે નિવૃત્ત જસ્ટિસ ઝોટિંગ સમિતિ 23 જૂન, 2016ના રોજ નીમી હતી. સમિતિએ 3 મે, 2017 સુધી તપાસ કરી હતી, જે પછી 30 જૂન, 2017ના રોજ તપાસનો ગોપનીય અહેવાલ સરકારને સુપરત કર્યો હતો. આ જમીન પ્રકરણે ખડસેને મંત્રીપદ પરથી રાજીનામું આપી દેવું પડ્યું હતું.

અહેવાલમાં ખડસેએ ગોપનીયતાની શપથનો ભંગ કર્યાનો અને મંત્રીપદનો દુરુપયોગ કર્યાનો આરોપ કરવામાં આવ્યો હતો અને તેથી તેમણે મંત્રીપદ પર નહીં રહેવું જોઈએ એવી ભલામણ પણ કરવામાં આવી હતી.

અહેવાલમાં શું ઠપકો મુકાયો હતો
અહેવાલમાં ખડસેએ પોતાને માટે અથવા પત્ની અને જમાઈના ફાયદા માટે પદનો દુરુપયોગ કર્યો છે. એમઆઈડીસીની જમીન સંબંધમાં માહિતીનો ઉપયોગ કરીને તેમણે ગોપનીયતાનો ભંગ પણ કર્યો હતો. આચારસંહિતાનો ભંગ કરીને પત્ની અને જમાઈને નામે જમીન કરી આપી. એમઆઈડીસીના કાયદા અનુસાર મહેસૂલ મંત્રીની આ સર્વ વ્યવહારમાં કોઈ પણ ભૂમિકા હોતી નથી. છતાં ખડસેએ 12 એપ્રિલ, 2016ના રોજ જમીન વ્યવહાર બાબતે એમઆઈડીસીના અધિકારીઓની બેઠક લીધી હતી. મહેસૂલ મંત્રી તરીકે સર્વ સરકારી જમીનના તેઓ સંરક્ષક હતા, છતાં કથિત જમીન પત્ની અને જમાઈને નામે કરીને તેમણે વિશ્વાસઘાત કર્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

પ્રકરણ શું છે
ખડસેની પત્ની મંદાકિની અને જમાઈ ગિરીશ ચૌધરીએ 28 એપ્રિલ, 2016ના ભોસલી એમઆઈડીસી ખાતે સર્વે 52-2-એ જમીન તેના મૂળ માલિક અબ્બાસ રસૂલભાઈ ઉકાની પાસેથી રૂ. 3.75 કરોડમાં ખરીદી કરી હતી. સબ- રજિસ્ટ્રાર કાર્યાલયમાં રીતસર નોંધણી કરી હતી. આમ, એમઆઈડીસીના કબજામાંની અને તેની માલિકીના જમીનના ખડસે કુટુંબીઓ સરકારી કાગળ પર માલિક બની ગયાં છે. આ વ્યવહારમાં રૂ. 61 કરોડનું મહેસૂલી નુકસાન સરકારને થયુંછે. આ મોટી ગેરરીતિ હોવાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને શંકા છે. આથી અનેક વાર ખડસેની પૂછપરછ કરી ચૂકી છે.

ખડસેને સરકારે જ ભોગ બનાવ્યો
દરમિયાન માજી મંત્રી ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું કે ઝોટિંગ સમિતિના અહેવાલ બાબતે સરકારને કાંઈક કરવું હતું. ખડસેને રાજ્ય સરકાર બલીનો બકરો બનાવવા માગતી હતી. ફરીથી ખડસેની ગરદન પર બેસીને તેમનું નુકસાન કરવાનું હતું, જેથી અહેવાલ ગાયબ કર્યો અને પાછો પ્રગટ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...