નિર્ણય:દુષ્કર્મ- હત્યાના ગુના ટાળવા પોલીસ પેટ્રોલિંગ વધારાશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાકીનાકા દુષ્કર્મ- હત્યા જેવી ઘટનાઓની પુનરાવૃત્તિ ટાળવા માટે શહેરનાં સર્વ પોલીસ સ્ટેશન માટે વિશેષ સૂચનાઓ આપતું પરિપત્રક સોમવારે જારી કરવામાં આવ્યું. આ મુજબ હવે પછી કંટ્રોલ રૂમમાં કોઈ પણ મહિલા સંબંધી કોલ આવે તો દુર્લક્ષ નહીં કરવું અને તુરંત યોગ્ય કાર્યવાહી કરવી. કંટ્રોલ રૂમના પ્રભારી અધિકારીએ તેની પર સતત નજર રાખવાની રહેશે.

અંધારાનાં ઠેકાણાં, નિર્જન ઠેકાણાંનો કયાસ મેળવીને આવાં ઠેકાણાં પર બીટ માર્શલ, પેટ્રોલિંગ મોબાઈલ વાહનો દ્વારા સતત પેટ્રોલિંક કરવાનું રહેશે. અંધારાનાં અને નિર્જન સ્થળે લાઈટ્સની વ્યવસ્થા કરવા મહાપાલિકા સાથે પત્રવ્યવહાર કરવો. આવાં ઠેકાણે સીસીટીવી કેમેરા ગોઠવવા માટે સંબંધિતો પાસે ફોલો-અપ કરવાનું રહેશે.

નિર્જન સ્થળ, અંધારાનાં ઠેકાણે ક્યુઆર કોડ લગાવવા, જેથી પેટ્રોલિંગ કરતાં વાહન, પોલીસ અધિકારી કે કર્મચારી ત્યાં જઈને અનિચ્છનીય ઘટના ટાળી શકાશે અને તેની પર પ્રતિબંધ કરી શકાશે. પોલીસ સ્ટેશનની હદમાં જ્યાં મહિલાઓ માટે જાહેર શૌચાલય છે ત્યાં મહાપાલિકા તરફથી પૂરતી લાઈટની વ્યવસ્થા કરવાની રહેશે અને ત્યાં મોબાઈલ વેન નં. 5નું પેટ્રોલિંગ ચાલુ રાખવાનું રહેશે. પેટ્રોલિંગ દરમિયાન શકમંદોની પૂછપરછ કરીને તેમનું ત્યાં આવવાનું કારણ શું હતું તેની ખાતરી કરી લેવાની રહેશે, એવા નિર્દેશ દરેક પોલીસ સ્ટેશનને આપવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...