તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:અભિનેતા મિથુન ચક્રવર્તીના પુત્ર મહાઅક્ષય સામે દુષ્કર્મનો કેસ

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિથુનની પૂર્વ પત્ની યોગીતા બાલી સામે પણ પીડિતાની ફરિયાદ

પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તીના અભિનેતા પુત્ર મહાઅક્ષય સામે એક મહિલાએ દુષ્કર્મ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. મિથુનની ભૂતપૂર્વ પત્ની યોગીતા બાલી સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઓશિવરા પોલીસમાં એક 38 વર્ષીય મહિલાની ફરિયાદ પરથી ગુરુવારે રાત્રે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.મહિલાનો આરોપ છે કે મહાઅક્ષય સાથે 2015થી 2018 વચ્ચે તે સંબંધમાં હતી અને તેણે તેને લગ્ન કરવાનું વચન આપ્યું હતું. 2015માં મહાઅક્ષયે અંધેરી પશ્ચિમના આદર્શ નગરમાં એક ફ્લેટ ખરીદી કર્યો ત્યાં પોતે ગઈ હતી. મહાઅક્ષયે તે સમયે ઠંડાં પીણાંમાં ઘેનયુક્ત દવા પિવડાવી હતી, જે પછી તેને શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરી હતી, એવો આરોપ કરાયો છે.

તે ગર્ભવતી બની ત્યારે મહાઅક્ષયે તેને ગર્ભપાત કરવા કહ્યું અને ગર્ભપાતની ગોળીઓ પણ આપી હતી. ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે તે મહાઅક્ષયને લગ્ન કરવા માટે વારંવાર વિનંતી કરતી હતી, પરંતુ જાન્યુઆરી 2018માં તેણે લગ્નનો સાફ ઈનકાર કરી દીધો હતો, જે પછી તેમની વચ્ચે અણબનાવ વધ્યો હતો. આ પછી મહાઅક્ષયને કોલ કરતી ત્યારે તેની માતા યોગીતા ફોન લેતી અને મને ધાકધમકી આપતી હતી, એવો આરોપ કરાયો છે.આ પછી ફરિયાદી દિલ્હીમાં તેના ભઈ સાથે રહેવા માટે ગઈ હતી.

ત્યાં જૂન 2018માં તેણે બેગમપુર પોલીસ સ્ટેશનમાં મહાઅક્ષય અને યોગીતા સામે ફરિયાદ નોંધાવી હતી. દુષ્કર્મ, ગર્ભપાત કરવા મજબૂર કરવાના આરોપ હેઠળ ફરિયાદ નોંધાયા પછી ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી. આ પછી દિલ્હી કોર્ટે મહાઅક્ષય અને યોગીતાને જામીન આપ્યા હતા. માર્ચ 2020માં દિલ્હી હાઈ કોર્ટે મહિલાને ગુનો જ્યાં બન્યો ત્યાં કોર્ટમાં ફરિયાદ દાખલ કરવા જણાવ્યું હતું. આ પછી જુલાઈમાં તેણે ઓશિવરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જ્યાં દુષ્કર્મ, વારંવાર દુષ્કર્મ, ઝેર આપીને ઈજા પહોંચાડવી, છેતરપિંડી, ફોજદારી કાવતરું, એકસમાન હેતુ સાથે ગુનો જેવી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહાઅક્ષય હોન્ટેડ 3ડી અને લૂટ જેવી ફિલ્મોમાં ચમક્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો