દુષ્કર્મ:વિરારમાં પૈસાના વરસાદની લાલચ આપીને ચાર મહિલાઓ સાથે દુષ્કર્મ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બે મૂકબધિર મહિલાનો સમાવેશઃ ઠગબાબાએ પૈસા પણ પડાવી લીધા

વિરારના અર્નાલા ખાતે પૈસાનો વરસાદ કરવાની લાલચ આપીને ચાર મહિલાઓ સાથે દુષ્કર્મ કરનારા ઠગબાબાને પોલીસે ઝડપી લીધો છે. ઠગબાબાએ મહિલાઓ પાસેથી પૈસા પણ પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે. ચારમાંથી બે મહિલા મૂકબધિર છે.વિરારમાં રહેતી એક 26 વર્ષીય મહિલાનો પરિવાર નાણાંભીંસનો સામનો કરવો કરતો હતો. તેના એક પરિચિત દિનેશ દેવરુખકરે ઠગબાબા મેથ્યુ પાંડિયન બધાનાં દુઃખ અને સંકટ દૂર કરી શકે છે એમ જણાવ્યું હતું. ઉપરાંત મંત્રોના જાપ અને પૂજા કરીને આર્થિક સમસ્યા પણ ઉકેલી કાઢે છે એવી માહિતી આપી હતી.

મહિલા અંધશ્રદ્ધામાં ભોળવાઈ ગઈ અને બાબા પાસે પહોંચી હતી. બાબાએ રૂપિયાનો વરસાદ પાડશે એમ કહીને પૂજાપાઠ માટે રૂ. 10,000 માગ્યા હતા. આ પછી વિધિનો ભાગ ગણાવીને મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું. જોકે મહિલાના જીવનમાં કોઈ ફરજ નહીં પડતાં બાબાની પોલ ખોલી નાખશે એમ કહ્યું હતું.

બાબાએ તેને જો કોઈને આ વાત કહેશે તો તેના સહિત પરિવારને ખતમ કરી નાખવાની ધમકી આપી હતી.દરમિયાન બાબાએ અન્યત્રણ મહિલા સાથે પણ આ જ રીતે ખોટો વ્યવહાર કર્યો હતો અને પૈસા પડાવી લીધા હતા. એક મહિલાએ હિંમત કરીને અર્નાલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી અન્ય ત્રણ મહિલાઓ પણ બાબા વિરુદ્ધ ફરિયાદ લઈને આગળ આવી હતી.

અન્ય સમાચારો પણ છે...