• Gujarati News
  • Local
  • Mumbai
  • Mira Bhayandar: Police Set Up Committee For Thane And Palghar Districts To Monitor Noise Pollution Levels

મહારાષ્ટ્રમાં રાજકીય વિવાદ:મીરા ભાયંદર- પોલીસ દ્વારા ધ્વનિપ્રદૂષણ સ્તર પર નજર, થાણે અને પાલઘર જિલ્લાઓ માટે કમિટી સ્થાપી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધાર્મિક સ્થળે લાઉડસ્પીકરના ઉપયોગ અંગે મહારાષ્ટ્રમાં રાજકીય વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે મીરા ભાયંદર- વસઈ વિરાર પોલીસે ધ્વનિ પ્રદૂષણનો સ્તર તપાસવા માટે દેખરેખ સમિતિની સ્થાપના કરી છે. થાણે અને પાલઘર જિલ્લાઓના ભાગોને આવરી લેતાં એમબીવીવી પોલીસ કમિશનરેટની સીમાઓમાં ધ્વનિપ્રદૂષણ પર હાઈ કોર્ટના નિર્દેશની અસરકારક અમલબજાવણી કરવા માટે સમિતિ રચવામાં આવી છે.

આ સમિતિની આગેવાની એડિશનલ પોલીસ કમિશનર શ્રીકાંત પાઠક કરશે અને તેમાં ઝોનલ ડીસીપી અમિત કાળે, સંજય પાટીલ, પ્રશાંત વાગુંડે અને એમપીસીબીના રિજનલ ઓફિસર સતીશ પડવલ સભ્યો તરીકે રહેશે. એમબીવીવીસ સીમામાં સર્વ 15 પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારીઓને અમલબજાવણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

થાણેમાં ગયા મહિને રેલી દરમિયાન મનસે પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું કે 3 મે સુધી મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો તેની બહાર વધુ મોટા અવાજે હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. આ પછી રવિવારે ફરીથી દોહરાવ્યું કે લાઉડસ્પીકર લોકો માટે ત્રાસદાયક છે, જેથી તે હટાવવા જ જોઈએ.

જો નહીં હટાવવામાં આવે તો 3 તારીખે ઈદ હોવાથી 4 તારીખથી આ લાઉડસ્પીકર સામે બધા હિંદુઓએ બમણા અવાજ સાથે હનુમાન ચાલીસા વગાડવું જોઈએ. જો ઉત્તર પ્રદેશ લાઉડસ્પીકર હટાવી શકે તો તેમના જ બંધુ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળ મહારાષ્ટ્ર સરકાર લાઉડસ્પીકર કેમ નહીં હટાવી શકે એવો પ્રશ્ન પણ તેમણે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...