ઘોષણા:શહેરી વિકાસ મંત્રાલયનો ‘નવી મુંબઇ હાઉસિંગ રિવાઇવલ પ્રોગ્રામ’ એક વિડિયો જાહેર કરીને સંખ્યાબંધ પગલાંઓની ઘોષણા કરી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હજ્જારો ઘર ખરીદનારાઓને તાત્કાલિક રાહત આપશે, બાકી ચૂકવણી માટે વધારાના 9 મહિનાની છૂટ

શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદેએ પોતાના વિભાગનો ‘નવી મુંબઇ રિવાઇવલ પ્રોગ્રામ’નો એક વિડિયો જાહેર કરીને સંખ્યાબંધ પગલાંઓની ઘોષણા કરી છે, જે હજ્જારો ઘર ખરીદનારાઓને અને નવી મુંબઇ રિજ્યનમાં 400થી વધુ અસરગ્રસ્ત પ્રોજેક્ટ્સને તાત્કાલિક રાહત પૂરી પાડશે. આ પગલાંઓ એવા સમયે લેવામાં આવી રહ્યા છે જ્યારે નવી મુંબઇ ખાતેનું સમગ્ર રિયલ એસ્ટેટ ક્ષેત્ર સરકારને છેલ્લા 4-5 વર્ષથી નવી મુંબઇ હાઉસિંગ ઉદ્યોગ જે સમસ્યાઓ નાથવા માટે હસ્તક્ષેપ કરવા માટે કહી રહ્યો છે.

એકનાથ શિંદેએ જણાવ્યું હતુ કે “અમારી સરકારે જ્યારે પણ કોઇ વિકાસની પહેલ કરી છે ત્યારે નાગરિકોના હિતને હંમેશા અગ્રતા આપી છે. આ પગલાંઓથી વહીવટી અને નીતિગત સમસ્યાઓને કારણે મૂંઝાતા નવી મુંબઇના હજ્જારો ઘર ખરીદનારાઓને ફાયદો થશે.”

સિડકો લિમિટેડના વીસી અને એમડી સંજય માંજરેકરે જણાવ્યું હતુ કે, “જેનો ઉદ્દેશનવી મુંબઈ ક્ષેત્રમાં ટકાઉ વિકાસને સક્ષમ કરવાનો છે તેવા પ્રયત્નોમાં સિડકો હંમેશા અગ્રેસર રહ્યું છે. તેણે પીએપી માટે 12.5 ટકા જમીન, સંપાદન માટે 22.5 ટકા જમીન, સાનુકૂળતા માટે ઝોનલ ડેવલપમેન્ટ પ્લાન વગેરે જેવી નવતર યોજનાઓ રજૂ કરી છે.

તાજેતરમાં, તેણે વ્યાજ દરોને વાર્ષિક 18 ટકાથી ઘટાડીને એસબીઆઈ પીએલઆર દર કરવા જેવા કેટલાક પગલાં લીધા હતા, જેણે કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને બાકી ચૂકવણી માટે વધારાના 9 મહિનાની છૂટ, ઘર ખરીદનારાઓને તેમની ચૂકવણી કરવા માટે વધારાનો સમય આપવો, આ ધ્યેય હાંસલ કરવા માટે પોસાય તેવા આવાસ વગેરેની સવલત પૂરી પાડી હતી.

સિડકોની ભલામણ પરના સરકારના આ નિર્ણયો ટકાઉ અને હરિયાળા નવી મુંબઈ ક્ષેત્રના અમારા ધ્યેયની સિદ્ધિ તરફ આગળ વધશે. આ ભલામણો માંદા પડી રહેલા રિયલ એસ્ટેટ માર્કેટને પ્રોત્સાહન આપશે અને તેને નવું જીવન આપશે. અમે એવી પણ આશા રાખીએ છીએ કે ડેવલપર્સ અંતિમ ઘર ખરીદનારને લાભ આપશે, આમ સામાન્ય માણસ અને છેલ્લા નાગરિકના કલ્યાણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરશે.”

ક્રેડાઈ- એમસીએચઆઈનું શું કહેવું છે? - ક્રેડાઈ- એમસીએચઆઈના પ્રમુખ બોમન ઈરાનીએ જણાવ્યું હતું કે, “શિંદે દ્વારા આ નવા રાહત પગલાંની રજૂઆત સાથે, હાઉસિંગ ઈન્ડસ્ટ્રીને આવતી અડચણો દૂર થશે અને નવી મુંબઈ હવે એમએમઆરમાં ઘર ખરીદવાની અગ્રિમ પસંદગી બની જશે.

શહેરી વિકાસ મંત્રાલય દ્વારા ઉકેલવામાં આવેલા મુદ્દાઓ નવી મુંબઈના ડેવલપર્સને તેમના પ્રોજેક્ટ્સને એકીકૃત રીતે ચલાવવામાં મદદ કરશે અને વધતા કાચા માલના ખર્ચ અને ગત સપ્તાહે રેપો રેટમાં કરાયેલા વધારાને કારણે ચાલુ નાણાકીય બોજને ઘટાડવામાં મદદ કરશે. જે હજારો ઘર ખરીદનારાઓને CRZ સમસ્યાને કારણે તેમના ફ્લેટનો કબજો નથી મળી રહ્યો તેમને પણ તાત્કાલિક રાહત મળશે.”

વાજબી માગણીઓ પૂરી થઈ
નવી મુંબઈના ડેવલપર અને સિડકો માટે ક્રેડાઈ- એમસીએચઆઈના ટાસ્ક ઓનર રાજેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “અમે એકદમ ખુશ છીએ કે લાંબી ચર્ચાઓ પછી અમારી મોટાભાગની વાજબી માંગણીઓ શહેરી વિકાસ મંત્રાલય દ્વારા પૂરી કરવામાં આવી છે જેના માટે અમે શિંદેના આભારી છીએ. ‘નવી મુંબઈ હાઉસિંગ રિવાઈવલ પ્રોગ્રામ’એ નવી મુંબઈના ઘર ખરીદનારાઓના વધુ સારા માટે સુધારણા માટે નવી મુંબઈ હાઉસિંગ ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ વાજબી વિનંતીઓને સ્વીકારી છે.

આ સંભવતઃ પ્રથમ વખત બન્યું છે કે જીઓએમ (ગ્રુપ ઓફ મિનીસ્ટર્સ)એ નવી મુંબઈના હાઉસિંગ ઉદ્યોગની આટલા બધી સમસ્યાઓને એક સાથે ઉકેલી છે. નવી મુંબઈમાં હજારો ઘર ખરીદનારાઓ જેઓ ચિંતામાં હતા તેઓ હવે રાહતનો શ્વાસ લેશે કારણ કે ઘણી અટકેલી મિલકતોને હવે ક્લિયરન્સ મળશે. આ નજીકના ભવિષ્યમાં નવા પ્રોજેક્ટ્સના અંતરાયમુક્ત અમલીકરણમાં પણ મદદ કરશે.”

અન્ય સમાચારો પણ છે...