તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલત કફોડી:મહારાષ્ટ્રમાં મિની લોકડાઉનથી ઝવેરાત ઉદ્યોગ પર માઠી અસર

મુંબઈ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લગભગ 1 લાખ લોકો બેરોજગાર થવાનો ભય

કોરોનાની બીજી લહેરને કારણે સરકારે મિની લોકડાઉન જાહેર કરતાં વિવિધ વેપાર- ઉદ્યોગોની હાલત કફોડી બની છે. તેમાં હીરાઝવેરાત ઉદ્યોગનો પણ સમાવેશ થાય છે. સરકારે કોરોનાની ચેઈન તોડવા માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે, પરંતુ તેને કારણે ઉદ્યોગધંધાની કેડ તૂટી ગઈ છે. તેમાંય મુંબઈ દેશની આર્થિક રાજધાની હોઈ સૌથી વધુ વેપાર અને આયાતનિકાસ અહીંથી થાય છે.હીરાના વેપારનું હબ ભારત ડાયમંડ બુર્સ છે, જ્યાં રોજ 35,000થી 40,000 માણસોની અવરજવર થાય છે. આ બુર્સ સંપૂર્ણ બંધ કરવામાં આવતાં માંડ બેઠી થયેલી આયાત- નિકાસ સંપૂર્ણ બંધ થઈ ગઈ છે.

બીડીબીની ઓફિસો બંધ થવાથી કારખાનાંને પૂરા પાડવામાં આવતા રફ હીરાનો પુરવઠો અને જ્વેલરી ફેક્ટરીને પૂરા પાડવામાં આવતા હીરાઓ બંધ થતાં હજારો રત્નકલાકારો અને જ્વેલરીના કારીગરો બેરોજગાર થઈ ગયા છે.મુંબઈ ડાયમંડ મર્ચન્ટ્સ એસોસિયેશનના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે અમારી સંસ્થાના ત્રણ ડાયમંડ હોલ ધનજી સ્ટ્રીટ, પંચરત્ન અને ભારત ડાયમંડ બુર્સમાં આવેલા છે, જેના 14,000 સભ્ય છે. આ સંસ્થામાં નાના ટ્રેડર્સ, દલાલો અને એસોર્ટરો મોટી સંખ્યામાં છે, જેઓ રોજ કમાઈને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમના માટે લોકડાઉન મુશ્કેલી ઊભી કરશે.

મુંબઈ ડાયમંડ કટર્સના પ્રમુખ હેમેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે દિવાળી પછી કારખાનાં શરૂ થયાં હતાં. રત્નકલાકારો પૂરતા આવ્યા નથી અને ફરીથી લોકડાઉન થવાથી હીરા ઉદ્યોગ ઉપર માઠી અસર પડશે. જ્વેલમેકર વેલફેરના પ્રમુખ સંજયભાઈ શાહે જણાવ્યું હતું કે જ્વેલરી બનાવતા બંગાળી કારીગરો દેશમાંથી હજુ પૂરતી સંખ્યામાં મુંબઈમાં પાછા આવ્યા નથી.

તેમાં ફરીથી ઉદ્યોગધંધા બંધ થવાથી જ્વેલરીના વેપારને ભારે અસર પડશે. મુંબઈ ડાયમંડ મર્ચન્ટ્સ એસોસિયેશનના કારોબારી સભ્ય જયંતીલાલ શાહે જણાવ્યું હતું કે એકલા મુંબઈમાં 1 લાખથી વધુ નાના ટ્રેડર્સ, દલાલો, રત્નકલાકારો અને જ્વેલરી કારીગરો સંકળાયેલા છે. હીરાનો વેપાર બંધ થવાથી આ લોકોની રોજીરોટીના પ્રશ્ન ઊભો થયો છે.

દુકાળમાં અધિક માસ
છેલ્લા એક વર્ષથી કમાણી નથી. તેમાં ફરીથી વેપાર બંધ થતાં દુકાળમાં અધિક માસ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. સરકાર વહેલી તકી બધાને રસી આપે અને કોરોનાને માત કરવા ઝડપથી ઉપાયો કરે, જેનાથી સામાન્ય વર્ગ મુશ્કેલીમાંથી બહાર આવી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો