• Gujarati News
  • Local
  • Mumbai
  • Milk Rupee Will Be Credited Directly To Farmers' Bank Accounts, Check For Real Time Payment From Mahanand Dairy

ખેડૂતોને મોટી રાહત:દૂધના રૂપિયા સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે, મહાનંદ ડેરી તરફથી રિયલ ટાઈમ પેમેન્ટ માટે ચકાસણી

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાનંદ ડેરીએ રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ અમલમાં મૂકવાની તૈયારી શરૂ કરી

રાજ્યના દૂધ ઉત્પાદક ખેડૂતોને તેમણે પૂરું પાડેલ દૂધના રૂપિયા તરત મળે, તેમને આર્થિક મુશ્કેલી ન થાય એ માટે મહાનંદ ડેરીએ રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ અમલમાં મૂકવાની તૈયારી શરૂ કરી છે. એ અનુસાર ખેડૂતોને એકબે કેવી રીતે તેમના ખાતામાં રૂપિયા જમા કરાવી શકાય, એના માટે કઈ યંત્રણા ઊભી કરવી પડશે એ બાબતે જરૂરી માહિતી ભેગી કરવાનું કામ ડેરી તરફથી અત્યારે ચાલુ છે. તેથી ડેરીને મબલખ પ્રમાણમાં દૂધ ઉપલબ્ધ થશે અને એ સાથે જ ખેડૂતોને મોટી રાહત મળશે.

રાજ્યના સહકારી દૂધ ઉત્પાદક સંઘની શિખર સંસ્થા તરીકે મહાનંદ ડેરી કામ કરે છે. ડેરીના સભ્યો હોય એવા જિલ્લા અને તાલુકા સહકારી દૂધ સંઘ સ્થાનિક સ્તરે ખેડૂતો પાસેથી દૂધ ભેગુ કરીને મહાનંદને દૂધ પુરવઠો કરે છે. આ દૂધના રૂપિયા મહાનંદ સભ્ય સંઘના માધ્યમથી ખેડૂતોને આપવામાં આવે છે.

એમાં પંદરથી વીસ દિવસ લાગે છે. સરખામણીએ ખાનગી દૂધ ઉત્પાદક સંઘ દૂધના રૂપિયા તરત ચુકવીને દૂધ ખરીદી છે. આ પાર્શ્વભૂમિ પર મહાનંદ ડેરીને પૂરતા પ્રમાણમાં દૂધ ઉપલબ્ધ થાય અને ખેડૂતોને તેમના દૂધના રૂપિયા તરત મળે એ માટે રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવાનો વિચાર હોવાનું ડેરીના વ્યવસ્થાપકીય સંચાલક પંકજ કુમારે જણાવ્યું હતું. એના માટે જરૂરી માહિતી ભેગી કરવાનું કામ ચાલુ છે અને ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યમાં અત્યારે દૂધની અછત છે જેને લીધે મહાનંદ ડેરીને મુશ્કેલી ઊભી થઈ રહી છે.

આ પાર્શ્વભૂમિ પર ખેડૂતો તરફથી દૂધનો પુરવઠો વધે એ માટે ડેરીએ 15 એપ્રિલથી દૂધના ખરીદી દરમાં એક રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. તેથી ખેડૂતોને હવે દૂધના લીટર દીઠ 36 રૂપિયા મળશે. સભ્ય સંઘને દૂધ ભેગુ કરવા માટે 3 રૂપિયા 50 પૈસા અને પરિવહન ખર્ચ પેટે 2 રૂપિયા આપવામાં આવશે. તેથી હવે મહાનંદને આ દૂધ લીટર દીઠ 41 રૂપિયા 50 પૈસામાં પડશે.

અન્ય સમાચારો પણ છે...