તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:કામદાર હોસ્પિટલો બાંધવા માટે MIDC 10 ઠેકાણે ભૂખંડ આપશે

મુંબઇ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કામદારોને હવે રજા લેવાની કે વિના પગાર રજા લેવાની જરૂર નહીં રહે

ઈંડસ્ટ્રીયલ એસ્ટેટના કામદારોને આરોગ્ય બાબતની સુવિધાઓ મળે એ માટે ઈએસઆઈને હોસ્પિટલો બાંધવા માટે મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ મહામંડળ તરફથી 10 ઠેકાણે ભૂખંડ આપવાનો નિર્ણય ઉદ્યોગમંત્રી સુભાષ દેસાઈની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ મહામંડળની 388મી બેઠક મહામંડળના અધ્યક્ષ તથા ઉદ્યોગમંત્રી સુભાષ દેસાઈની અધ્યક્ષતા હેઠળ સહ્યાદ્રી અતિથિગૃહમાં પાર પડી. આ બેઠકમાં ઉદ્યોગ રાજ્યમંત્રી અદિતી તટકરે, ઉદ્યોગ વિભાગના સચિવ વેણુગોપાલ રેડ્ડી, એમઆઈડીસીના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. પી. અનબલગન વગેરે ઉપસ્થિત હતા.

ઔદ્યોગિક ક્ષેત્રમાં કાર્યરત કામદારોને આરોગ્ય બાબતની સેવાસુવિધા પૂરી પાડવાનું કામ ઈએસઆઈની હોસ્પિટલો તરફથી કરવામાં આવે છે. હોસ્પિટલો બાંધવા માટે માગણી મુજબ ઔદ્યોગિક ક્ષેત્રોમાં ભૂખંડ ઉપલબ્ધ કરી આપવા બાબતે નિર્ણય લેવામાં આવ્યો હતો. એમાં સિન્નર, તળોજા, પાલઘર, જળગાવ, ઔરંગાબાદ, રાયગડ, રોહા, ચાકણ અને સાતારામાં ભૂખંડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયને કારણે કામદારોને હવે રજા લેવાની કે વિના પગાર રજા લેવાની જરૂર નહીં રહે.

અન્ય મહત્ત્વના નિર્ણય
માલેગાવ તાલુકાના અંજગ (તબક્કો નં.3) ખાતે ઔદ્યોગિક ભૂખંડના દર ઓછા કરવા મંજૂરી આપવામાં આવી હતી. હવે રૂ. 1580ના બદલે ફક્ત રૂ. 600નો દર નક્કી કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને લીધે ત્યાંના વસ્ત્રોદ્યોગને ઉતેજન મળશે. ઉપરાંત નાશિક જિલ્લાના દિંડોરી ઈંડસ્ટ્રીયલ એસ્ટેટમાં ભૂખંડના દર 10 ટકા ઓછા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોનાની પાર્શ્વભૂમિ પર વિવિધ ઉદ્યોગો પાસે વિલંબિત મહામંડળના લેણાં વસૂલ કરવા માટે 25 ટકા સવલત આપવામાં આવશે. લાતુર ખાતે કેન્દ્ર સરકારની રેલવે કોચ ફેકટરી પર અતિરિક્ત ચાર્જ માફ કરવામાં આવશે. આ નિર્ણયને લીધે સ્થાનિકોને નોકરીની તક ઉપલબ્ધ થશે એમ દેસાઈએ સ્પષ્ટ કર્યું હતું. વિરાર-દહાણુ રોડ રેલવે માર્ગ બાંધવાના પ્રસ્તાવને રેલવે બોર્ડે મંજૂરી આપી છે. આ પ્રકલ્પ માટે તારાપુર ઈંડસ્ટ્રીય એસ્ટેટના મૌજે ખૈરા બોઈસર ખાતેની જમીન હસ્તાંતરણને મંજૂરી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો