કાર્યવાહી:સમયસર પૂરા ન થવાથી મ્હાડાના 9 પ્રકલ્પ મહારેરાના બ્લેકલિસ્ટમાં

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 8 પ્રકલ્પ મુંબઈ મંડળ અને 1 પ્રકલ્પ નાગપુર મંડળનો

મહારેરા તરફથી નિયત મુદતમાં પ્રકલ્પ પૂરો કરનારા ગૃહનિર્માણ પ્રકલ્પોનું બ્લેકલિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. 1180 પ્રકલ્પની આ યાદીમાં મુંબઈ અને મુંબઈ મહાનગર પ્રદેશના મોટા ડેવલપરોના પ્રકલ્પોનો સમાવેશ છે. એમાં મ્હાડાના 9 પ્રકલ્પ પણ છે જેમાં 8 મુંબઈ મંડળ અને 1 પ્રકલ્પ નાગપુર મંડળનો છે.

મહારેરા કાયદા અનુસાર ગૃહનિર્માણ પ્રકલ્પ પૂરો કરવાની મુદત પૂરી થયા પછી એક વર્ષનો મુદતવધારો આપવામાં આવે છે. પણ મુદતવધારો ન લેનારા તથા મુદતવધારો લીધા પછી પણ એક વર્ષના સમયગાળામાં પ્રકલ્પ પૂરો ન થાય તો એને લેપ્સ પ્રોજેક્ટ તરીકે બ્લેકલિસ્ટમાં નાખવામાં આવે છે. એ અનુસાર પ્રકલ્પના ઘરોની જાહેરાત ડેવલપર કરી શકતા નથી કે ઘર વેચી શકતા નથી. મહારેરાની સ્થાપના થઈ ત્યારથી એટલે કે 2017થી 2021 સુધીના આવા પ્રકલ્પોની યાદી મહારેરા તરફથી તૈયાર કરવામાં આવી છે. એમાં રાજ્યમાં 3000થી વધુ પ્રકલ્પનો સમાવેશ છે. 2017 અને 2018ની યાદી પહેલાં જ મહારેરાની વેબસાઈટ પર જાહેર કરવામાં આવી હતી.

આ બંને યાદીમાં 644 પ્રકલ્પનો સમાવેશ હતો. હવે તાજેતરમાં 2019ની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં રાજ્યના 1180 પ્રકલ્પનો સમાવેશ છે. રાજ્યના મોટા ડેવલપરોના પ્રકલ્પોનો એમાં સમાવેશ છે ઉપરાંત મ્હાડાના પ્રકલ્પોનો પણ સમાવેશ છએ. મુંબઈ મંડળના 8 અને નાગપુર મંડળનો 1 પ્રકલ્પ આ યાદીમાં છે. 2017ની યાદીમાં મ્હાડાનો ફક્ત 1 અને 2018ની યાદીમાં 2 પ્રકલ્પ હતા. હવે એમાં વધારો થઈને આંકડો 9 પર પહોંચ્યો છે. મુંબઈ મંડળના એન્ટોપ હિલ, પ્રતીક્ષાનગર, સિદ્ધાર્થનગર ગોરેગાવ, કોપરી, પવઈ, વિક્રોલી ટાગોરનગર, ગવાનપાડા, તુંગા પવઈ અને માનખુર્દના પ્રકલ્પ યાદીમાં છે.

નાગપુર મંડળનો ચિખલી ખાતેના પ્રકલ્પનો સમાવેશ છે. મહત્ત્વનું એટલે મુંબઈ મંડળની આગામી લોટરીમાં જે ઘરોનો સમાવેશ કરવામાં આવશે એ ઘરો આ પ્રકલ્પની યાદીમાં છે. તેથી આ લોટરી પર કોઈ અસર થશે કે નહીં એ બાબતે મુંબઈ મંડળની આગામી કાર્યવાહી શું હશે એ બાબતે મંડળના મુખ્ય અધિકારી યોગેશ મ્હસેએ માહિતી લીધા પછી પ્રતિક્રિયા આપશું એમ જણાવ્યું હતું.

ગ્રાહકોની સંમતી મહત્ત્વની
બ્લેકલિસ્ટના ડેવલપરો પ્રકલ્પના 51 ટકા ગ્રાહકોની સંમતી લઈને મહારેરાની પરવાનગીતી પ્રકલ્પ પૂરો કરે છે. ગ્રાહક પોતે જ આગળ આવીને નવો ડેવલપર નિમીને પ્રકલ્પ પૂરો કરી શકે છે એવી જોગવાઈ પણ કાયદામાં હોવાની માહિતી બિલડર્સ એસોસિએશન ઓફ ઈંડિયાના રેરા એન્ડ હાઉસિંગ કમિટીના અધ્યક્ષ આનંદ ગુપ્તાએ આપી હતી. મ્હાડા માટે પણ આ જ જોગવાઈ છે. જોકે એના પરથી મ્હાડા જેવી સરકારી યંત્રણા પણ પ્રકલ્પમાં વિલંબ કરતી હોવાથી લોટરી વિજેતાઓને ઘરનો તાબો મેળવવામાં અથવા લોટરી કાઢવામાં સમય લાગે છે એ સ્પષ્ટ થતું હોવાનું જણાવવામાં આવે છે.