તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાદી:જોખમકારક ઈમારતોની માહિતી આપવા માટે મ્હાડાની હેલ્પલાઈન, આ વર્ષે સર્વેક્ષણ થઈ શક્યું નથી

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકડાઉન અને કર્મીઓની આછપથી આ વર્ષે સર્વેક્ષણ થઈ શક્યું નથી

કોરોનાને લીધે લાગુ લોકડાઉન અને કર્મચારીઓની હાજરી પર મૂકાયેલા નિયંત્રણોને લીધે મ્હાડા આ વર્ષે જોખમકારક ઈમારતોનું સર્વેક્ષણ કરી શક્યું નથી. જોકે આ સમય આવશે એવી કલ્પના હોવાથી મ્હાડાએ તમામ એક્ઝિક્યુટીવ એન્જિનિયરોને લોકો માટે ઓનલાઈન ઉપલબ્ધ રહેવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત મ્હાડાની હોલ્પલાઈન પર પણ નાગરિકો સંપર્ક સાધી શકશે. મહાપાલિકા અને મ્હાડા તરફથી દર વર્ષે ચોમાસામાં જોખમકારક ઈમારતોની યાદી જાહેર કરવામાં આવે છે. આ યાદી જાહેર કરવા પહેલાં સંબંધિત વોર્ડ તરફથી એની તપાસણી કરવામાં આવે છે. મ્હાડાએ જોખમકારક ઈમારતોનો સામાન્ય અંદાજ લીધો છે. 
જોખમકારક ઈમારતો બાબતે સાવચેતી રાખવાનું જણાવ્યું
એપ્રિલના અંતિમ અઠવાડિયામાં આ બાબતે પરિપત્ર જારી કર્યો છે. સંબધિત વોર્ડના એક્ઝિક્યુટીવ એન્જિનિયરો તેમ જ આર્કિટેક્ટ અને કોન્ટ્રેકટરોને સતર્ક રહેવાનું જણાવ્યું છે. ચોમાસા પહેલાં ઈમારતના જરૂરી રિપેરીંગ માટે પરવાનગી આપવામાં આવી છે એમ ઈમારત અને રિપેરીંગ મંડળના સભાપતિ વિનોદ ઘોસાળકરે જણાવ્યું હતું. પોતે તમામ અધિકારીઓની બેઠક લીધી છે. બધાને ઘરેથી જ કામ કરવાનું જણાવ્યું છે. ચોમાસા પહેલાંના કામોની યાદી કરીને સંબંધિત કોન્ટ્રેકટરોની નિયુક્તી કરીને જોખમકારક ઈમારતો બાબતે સાવચેતી રાખવાનું જણાવ્યું છે. આ બાબતનો અહેવાલ તમામ અધિકારીઓને ૧૭ મે સુધી રજૂ કરવા જણાવ્યું છે. એ પછી આ બાબતે અમે આગળનો નિર્ણય લઈશું એમ પણ ઘોસાળકરે જણાવ્યું હતું.
જોખમકારક ઈમારતોનો કયાસ કાઢવામાં આવ્યો
તમામ એક્ઝિક્યુટીવ એન્જિનિયરોને મોબાઈલ પર ૨૪ કલાક ઉપલબ્ધ રહેવાનો આદેશ આપ્યો છે. આ બધાના મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે. સિમેન્ટ-રેતી તેમ જ અન્ય બાંધકામ સામગ્રી પૂરી પાડનારાઓની યાદી મગાવી છે. ઉપરાંત આર્કિટેક્ટ અને કોન્ટ્રેકટરો તરફથી સંભવિત જોખમકારક ઈમારતોનો કયાસ કાઢવામાં આવ્યો હોવાનું મુખ્ય અધિકારી સતીશ લોખંડેએ જણાવ્યું હતું. જોખમકારક ઈમારતો બાબતે કોઈ અડચણ હોય તો મ્હાડાના નિયંત્રણ કક્ષના ફોન નંબર અથવા હેલ્પલાઈન પર સંપર્ક સાધવાની હાકલ તેમણે કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો