તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રશિક્ષણ:ચોમાસામાં આપત્તિઓનો મેટ્રોના કર્મીઓ પણ ખડેપગે સામનો કરશે

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાપાલિકા દ્વારા 2500 કર્મચારીઓને પ્રશિક્ષણ આપશે

ચોમાસામાં ઉદભવનારી આપત્તિઓનો હવે મેટ્રોના કર્મચારીઓ પણ સામનો કરશે. મુંબઈ મહાપાલિકા મેટ્રોના 2500 કર્મચારીઓને આપત્તિનો સામનો કઈ રીતે કરવો તેનું પ્રશિક્ષણ આપશે. આથી મેટ્રોના કર્મચારીઓને સંકટના સમયમાં આ પ્રશિક્ષણનો ફાયદો થશે.

મહામુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશન લિમિટેડ થકી મેટ્રો પ્રકલ્પ 2 અને પ્રકલ્પ 3નું કામ ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવવાનું છે. આને ધ્યાનમાં રાખતાં મુંબઈ મેટ્રો અને મહાપાલિકાની સંયુક્ત બેઠકમાં મુંબઈ મેટ્રોના સ્તર પર આપત્કાલીન વ્યવસ્થાપન સંબંધી પ્રશિક્ષણની જરૂર હોવાનું મહાપાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીના ધ્યાનમાં આવ્યું હતું. આ મુજબ તેમણે આગેવાની લઈને આ બાબત મુંબઈ મેટ્રોના ધ્યાનમાં લાવી દીધી હતી.આ પછી આપત્તિ વ્યવસ્થાપન અંગે પ્રશિક્ષણ આપવાની વિનંતી મુંબઈ મેટ્રો દ્વારા મહાપાલિકાને કરવામાં આવી હતી.

આ મુજબ મહાપાલિકાનું શહેર આપત્તિ વ્યવસ્થાપન પ્રશિક્ષણ કેન્દ્ર અને આપત્કાલીન વ્યવસ્થાપન વિભાગના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરીને પ્રશિક્ષણનું સ્વરૂપ, ડેમોન્સ્ટ્રેશન બતાવવું અને કરાવી લેવું વગેરેનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો. આ પછી મેટ્રો પ્રકલ્પ 2 અને 3ના 2500 અધિકારી- કર્મચારીઓને પ્રશિક્ષણ આપવાનું નિયોજન મહાપાલિકાના આપત્કાલીન વ્યવસ્થાપન કક્ષ દ્વારા કરવામાં આવ્યું છે.

ચારકોપ ડેપોમાં પ્રશિક્ષણ
મહાપાલિકાએ મેટ્રોના અમુક કર્મચારીઓને મેટ્રો રેલવેના ચારકોપ ખાતેના ડેપોમાં આપત્તિ વ્યવસ્થાપનનું પ્રશિક્ષણ આપી દીધું છે. મેટ્રો પ્રકલ્પ 2 અને 3 ટૂંક સમયમાં જ કાર્યાન્વિત કરવાનો હોવાથી હવે પછીના વર્કશોપ કોવિડ બાબતના બધી કાળજી લઈને મહાપાલિકાના આપત્કાલીન વ્યવસ્થાપન વિભાગના પ્રશિક્ષણ કેન્દ્રમાં આયોજિત કરાશે. મહાપાલિકાના આપત્કાલીન વ્યવસ્થાપન પ્રશિક્ષણ કેન્દ્રમાં મેટ્રો રેલવેના અધિકારી અને કર્મચારીઓ માટે બાકી બેચીસમાં પ્રશિક્ષણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે, એવી માહિતી મહાપાલિકાના શહેર આપત્તિ વ્યવસ્થાપન પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા આપવામાં આવી છે.

આપત્તિ અને ખતરા અંગે પ્રશિક્ષણ
આ સમયે મેટ્રોના કર્મચારીઓને આપત્કાલીન વ્યવસ્થાપનની આવશ્યકતા, આપત્તિ એટલે શું, જોખમની ઓળખ, જોખમ એટલે શું, જોખમ કઈ રીતે ઓળખવું, આપત્તિના પ્રકાર, વિવિધ પ્રકારની આપત્તિઓમાં અગાઉ અને પછી શું કરવું અને શું નહીં કરવું, આપત્કાલીન વ્યવસ્થાપન ચક્ર (સુસજ્જતા, ઉપશમન, પ્રતિરોધ અને પ્રતિસાદ) વગેરે બાબતની માહિતી અને પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે.

આ જ રીતે મહાપાલિકાના આપત્કાલીન વ્યવસ્થાપન વિભાગનું કાર્ય, મેટ્રો રેલવે પ્રકલ્પનું કામ કરતી વખતે ઉદભવનાર સંભવિત જોખમ બાબતની ચર્ચા કરીને તે બાબતમાં સુસજ્જતા, ઉપશમન, પ્રતિબંધ કઈ રીતે કરવું અને ઘટના બને તો નિયોજન કઈ રીતે કરવું, રાસાયણિક અને વિદ્યુત આગ લાગે તો શું કરવું અને શું નહીં કરવું, અગ્નિશમન પ્રણાલી અને અગ્નિશામકો હાથ ધરવા બાબતનું પ્રદર્શન, પ્રથમોપચાર એટલ શું, પ્રથમોપચારનાં માર્ગદર્શક ધોરણો, જખમના પ્રકાર, લક્ષણો અને ઉપચાર, ટ્રોમા વ્યવસ્થાપન, સીપીઆર એટલે શું, તે ક્યારે આપવું વગેરેનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું.

ગાંઠ મારવાથી સ્ટ્રેચર બનાવવા સુધી
આ સાથે કટોકટીમાં દોરાના મદદથી છુટકારો કઈ રીતે કરવો, વિવિધ પ્રકારની ગાંઠ બાંધવી, ગાંઠનો ઉપયોગ, કયા પ્રકારની ગાંઠ કઈ કટોકટીમાં છોડાવીને ઉપયોગમાં આવી શકે તેનું પ્રદર્શન બતાવવામાં આવ્યું. સ્ટ્રેચર કઈ રીતે ઊંચકવું, ઉપલબ્ધ સાધનોથી સુધારિત સ્ટ્રેચર કઈ રીતે બનાવવું અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો, બેન્ડેજીસના પ્રકાર અને સુધારિત બેન્ડેજીસ કઈ રીતે તૈયાર કરવા, ઉપલબ્ધ સાધનોથી જખમોને વહી લઈ જવા વિવિધ પદ્ધતિનું શિક્ષણ ડેમોન્સ્ટ્રેશન સાથે આપવામાં આવ્યું.

મેટ્રોના કર્મચારીઓએ આગ બુઝાવી
ખાસ કરીને આ પૂર્વે પ્રશિક્ષણ લીધેલી ટુકડીના કર્મચારીઓએ ચારકોપ ડેપોમાં આગ લાગ્યા પછી તે તુરંત બુઝાવી દીધી હતી. આથી મોટી હાનિ રોકી શકાઈ હતી, એમ મેટ્રોના સંચાલનના ઉપ- મહાવ્યવસ્થાપક પટવર્ધને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...