તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:મેટ્રો કારશેડ પ્રતિષ્ઠાનો મુદ્દો નથી ,દેવેન્દ્ર ફડણવીસની તલવાર મ્યાન

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઠાકરનો વડા પ્રધાન પાસે રજૂઆત કરીને ફડણવીસને માત આપવા પ્રયાસ

મુંબઈમાં કાંજુરમાર્ગ મેટ્રો કારશેડના મુદ્દા પરથી ઠાકરે સરકાર અને ભાજપ વચ્ચે વિવાદ થયો હતો. આ જ મુદ્દે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે રજૂ કરીને વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસને માત આપવાનો પ્રયાસ કર્યો છે. હવે મોદીની કોર્ટમાં મેટ્રો કારશેડનો બોલ પડવાથી આ અમારે માટે પ્રતિષ્ઠાનો મુદ્દો નથી એમ કહીને ફડણવીસે તલવાન મ્યાનકરી દીધી છે.

મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે, ઉપ મુખ્ય મંત્રી અજિત પવાર, જાહેર બાંધકામ મંત્રી અશોક ચવ્હાણે દિલ્હીમાં જઈને મોદીની મુલાકાત લીધી હતી અને મરાઠા અનામત સહિત 12 મુદ્દા રજૂ કર્યા હતા. આ મુલાકાત પર ફડણવીસે મુંબઈમાં પોતાની ભૂમિકા રજૂ કરી હતી.

મેટ્રો કારશેડ અમારે માટે કાંઈક પ્રતિષ્ઠાનો મુદ્દો નથી, પરંતુ આરે કારશેડમાં મેટ્રોનું કામ 25 ટકા પૂરું થયું છે. જો અહીં કામ શરૂ કરવામાં આવે તો 9 મહિનામાં પૂર્ણ થશે. આ જ કામ કાંજુરમાર્ગની જગ્યા પર કરાય તો તેનો ખર્ચ વધુ વધશે અને સમય પણ 4 વર્ષ લાગશે. જોકે મેટ્રો વહેલી તકે થાય એવી અમારી પણ માગણી છે, એમ ફડણવીસે જણાવ્યું હતું.

કોર્ટની બહાર નિવેડો લાવવા માગણી
ઉદ્ધવ ઠાકરેએ મોદી પાસે મેટ્રો કારશેડ માટે કાંજુરમાર્ગ ખાતેની જગ્યાની ઉપલબ્ધતા કરી હોઈ તેની પર કોર્ટની બહાર નિવેડો લાવવાની માગણી કરી છે. મેટ્રો કારશેડ ડેપો કરવા માટે રાજ્ય સરકારે કાંજુરમાર્ગ ખાતે જગ્યા નક્કી કરી છે. જે મેટ્રો લાઈન 3, મેટ્રો લાઈન 4, મેટ્રો લાઈન 4-એ, મેટ્રો લાઈન 6 અને મેટ્રો લાઈન 14 એમ પાંચ મેટ્રો લીનને જોડવા માટે ઉપયોગી છે. મોટા મેટ્રો જંકશન તરીકે આ જગ્યા વિકસિત કરાશે. જોકે આ જગ્યાની બાબતમાં કેસ ચાલુ હોઈ તેમાં કેન્દ્ર સરકારને પ્રતિવાદી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...