એલર્ટ:13-14 જૂને અતિવૃષ્ટિનો હવામાન ખાતાનો ઈશારો

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ પાલિકા સહિત નૌકાદળ, તટરક્ષક દળ પણ એલર્ટ

બુધવારે મન મૂકીને વરસ્યા પછી બે દિવસ અલપઝલપ પડીને ગાયબ થતો વરસાદ ફરીથી 13-14 મુશળધાર વરસશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આ બે દિવસે મુંબઈ શહેર અને ઉપનગરોમાં અતિવૃષ્ટિ થવાનો ઈશારો આપવામાં આવ્યો છે. આને લઈ સમુદ્રકિનારે અને સમુદ્રકિનારા આસપાસના વિસ્તારોમાં જવાનું નાગરિકોએ ટાળવું, એવો અનુરોધ મહાપાલિકાના આપત્કાલીન વ્યવસ્થાપન ખાતા દ્વારા શુક્રવારે આપવામાં આવ્યો હતો.

આ સાથે વિભાગીય કંટ્રોલ રૂમ અને અન્ય બધા કંટ્રોલ રૂમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા હોઈ સર્વ યંત્રણા સુસજ્જ અને સતર્ક છે. સર્વ વિભાગીય કંટ્રોલ રૂમને જરૂરી માનવબળ અને સાધનસામગ્રી સાથે સુસજ્જ રાખવામાં આવ્યા છે. પર્જન્ય જળવાહિની વિભાગનાં 6 પાણી ઉલેચતાં કેન્દ્રો અને વિવિધ ઠેકાણે પાણી ઉલેચતાં યંત્રો ગોઠવવામાં આવ્યા છે. અગ્નિશમન દળની પૂર અને બચાવ ટીમો છ કેન્દ્રો પર તહેનાત રાખવામાં આવી છે.રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ પથક (એનડીઆરએફ), ભારતીય નૌકાદળ, તટરક્ષક દળ પણ સુસજ્જ છે. બેસ્ટ અને અદાણીનાં બધાં સબ-સ્ટેશનને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યાં છે.

પોલીસ, ફાયરબ્રિગેડ, બીઈએસટી, શિક્ષણ ખાતું, આરોગ્ય ખાતું, પરિવહન કમિશનરના સમન્વય અધિકારી મહાપાલિકાના કંટ્રોલ રૂમમાં હાજર રહેશે. તો મીઠી નદી આસપાસના લોકોનું સ્થળાંતર : જો અતિવૃષ્ટિમાં મીઠી નદીના પાણીનો સ્તર વધવાનો સંકેત મળે તો નદી આસપાસ ક્રાંતિનગર અને અન્ય વિસ્તારના નાગરિકોના હંગામી સ્થળાંતરની વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી હોઈ એનડીઆરએફની એક ટુકડી તહેનાત કરવામાં આવી છે. શિક્ષણ અધિકારીએ મહાપાલિકાના 24 વોર્ડમાં હંગામી આશ્રય તરીકે નિશ્ચિત કરવામાં આવેલી મહાપાલિકાની સ્કૂલો તુરંત મદદ માટે સુસજ્જ છે, એમ આપત્કાલીન વ્યવસ્થાપન વિભાગે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...