તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:PNB કૌભાંડમાં મેહુલ ચોકસીની રૂ. 14.45 કરોડની માલમતા જપ્ત

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
મેહુલ ચોકસી - Divya Bhaskar
મેહુલ ચોકસી
 • ગોરેગાવમાં ફ્લેટ, દાગીના, મર્સિડીઝ, ઘડિયાળ, હીરા, રત્નોનો સમાવેશ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા કરોડો રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક ગોટાળાના કેસમાં એક મોટી કાર્યવાહીમાં ગીતાંજલી ગ્રુપ ઓફ કંપનીઝ, તેના ડાયરેક્ટર મેહુલ ચોકસીની રૂ. 14.45 કરોડ મૂલ્યની માલમતા જપ્ત કરવામાં આવી છે. તેમાં સોનું, પ્લેટિનમની જ્વેલરી, ગોરેગાવમાં 02 ટાવરમાં 1460 ચોરસફૂટનો ફ્લેટ, હીરા, રત્નો, મોતીઓના હાર, ઘડિયાળો, મર્સિડીઝ બેન્ઝનો સમાવેશ થાય છે.

મેહુલ ચોકસી અને તેની કંપની ગીતાંજલી જેમ્સ પર બેન્કના અમુક અધિકારીઓ સાથે સાઠગાંઠ કરીને લેટર ઓફ અંડરટેકિંગ (એલઓયુ) જારી કરાવ્યા હતા અને મુકરર પ્રક્રિયાનું પાલન કર્યા વિના એફએલસી (ફોરેન લેટર ઓફ ક્રેડિટ) પ્રાપ્ત કરીને પંજાબ નેશનલ બેન્કને કરોડોનું નુકસાન કર્યું હોવાનો ઈડીનો આરોપ છે.તેની માલમતા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ જારી આદેશ અનુસાર જપ્ત કરવામાં આવી છે.

61 વર્ષીય ચોકસી રૂ. 13,000 કરોડના પીએનબી છેતરપિંડી કેસમાં અન્ય મુખ્ય આરોપી નીરવ મોદીનો મામો છે. ચોકસી ભારતમાંથી ભાગી ગયો છે અને તપાસ સંસ્થાઓ અનુસાર તે એન્ટિગુઆ અને બર્બુડામાં સ્થિત છે. નીરવ મોદી (49) લંડનની જેલમાં છે. 2019માં ઈડી અને સીબીઈઓ દ્વારા આ કેસમાં વિનંતી બાદ મોદીની ધરપકડ કરવામાં આવી હતી. તેને ભારતમાં લાવવા ઈડી અને સીબીઆઈ દ્વારા કાનૂની કેસ લડવામાં આવી રહ્યો છે.

તપાસ સંસ્થાઓએ અગાઉ નીરવ મોદી અને ચોકસીની રૂ. 2550 કરોડ મૂલ્યની માલમતા જપ્ત કરી છે.મુંબઈમાં પીએનબીની બ્રેડી હાઉસ શાખામાં છેતરપિંડી સંબંધે મામા- ભાણેજ, તેમના કુટુંબી સભ્યો, કર્મચારીઓ, બેન્ક અધિકારીઓ સામે ઈડી અને સીબીઆઈએ 2018માં કેસ દાખલ કર્યો હતો, પરંતુ તે પૂર્વે જ બંને પલાયન કરી ગયા હતા.

કઈ રીતે છેતરપિંડી કરી
ઈડી અનુસાર ચોકસી, ગીતાંજલી જેમ્સ અને અન્યોએ બેન્ક અધિકારીઓ સાથે સાઠગાંઠ કરીને મંજૂર મર્યાદામાં નાની રકમ માટે એફએલસી જારી કરી હતી. એફએલસી નંબર ઊપજ્યા પછી તે નંબરનો એફએલસી વધારવા અને રકમ વધારવા તેમાં સુધારણા કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રીતે મૂળ એફએલસીની રકમના 4-5 ગણા ઉચ્ચ મૂલ્યથી રકમ વધારવામાં આવી હતી. આ સુધારણાઓ સીબીએસ સિસ્ટમની બહાર કરાઈ હતી, જેથી બેન્કના પુસ્તકોમાં નોંધ નહોતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો