તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ:મેહુલ ચોકસીને ભાગેડુ નહીં જાહેર કરવા આદેશ, કોર્ટે જાન્યુ.માં આપેલા આદેશની મુદત વધારી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

કરોડો રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) ગોટાળામાં આરોપી હીરાનો વેપારી મેહુલ ચોકસીને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર નહીં કરવાના વિશેષ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) કોર્ટને વચગાળાનો આપેલો આદેશ ચાલુ રાખવા મુંબઈ હાઈ કોર્ટે આદેશ આપ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની અરજી પર વિશેષ કોર્ટને તેથી આખરી આદેશ આપવાથી રોકી છે.આ સાથે હાઈ કોર્ટે તેના વચગાળાના આદેશની મુદત ત્રણ સપ્તાહ લંબાવી છે.

જસ્ટિસ એ એસ ગડકરીની એક જજની ખંડપીઠે ઈડીની અરજી સામે ચોકસીએ કરેલી અરજીની સુનાવણી સોમવારે કરી હતી, જેમાં ઉક્ત આદેશ આપ્યો હતો.ઈડીએ 2019માં પીએમએલએ કોર્ટમાં અરજી કરીને ચોકસીને ભાગેડુ આર્થિક ગુનેગાર ધારા 2018 હેઠળ ભાગેડુજાહેર કરવા વિનંતીકરી હતી. આ ધારા અનુસાર રૂ. 100 કરોડ અથવા વધુ રકમની છેતરપિંડી કરે અને દેશ છોડીને જાય અને પાછા આવવાનો ઈનકાર કરે તો તે સંકળાયેલી વ્યક્તિને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવી શકે છે.

ચોકસીએ ઈડીની અરજીને પડકારતી બે અરજી હાઈ કોર્ટમાં કરી છે. એક અરજીમાં ઈડીની અરજી નકારી કાઢવા વિનંતી કરી છે, જ્યારે બીજી અરજીમાં ચોકસીને ભાગેડુ જાહેર કરવા માટે ઈડીએ જેમનાં નિવેદનોનો આધાર લીધો છે તે વ્યક્તિઓ અને તપાસ અધિકારીઓની ઊલટતપાસ લેવાની પરવાનગી માગી છે.

અન્ય સમાચારો પણ છે...