તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસુ દાખલ:મેઘરાજા સમય પહેલા મહારાષ્ટ્રમાં દાખલઃ બે દિવસમાં સમગ્ર રાજ્યમાં

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગોવા, ઉત્તર કર્ણાટકમાં પણ ચોમાસુ બેસી ગયું

દક્ષિણ બાજુ હવાની ચક્રીય સ્થિતિને લીધે ગયા અઠવાડિયામાં શ્રીલંકાની આસપાસ ચોમાસાની ગતિ મંદ પડી છે. આથી કેરળમાં ચોમાસુ દાખલ થવા માટે ત્રણ દિવસનો વિલંબ થયો. જોકે આ પછી નૈઋત્યના મોસમી પવને ગતિ પકડી હોઈ ફક્ત બે દિવસમાં ચોમાસુ કેરળથી મહારાષ્ટ્રમાં પ્રવેશી ચૂક્યું છે. હવામાન ખાતાના અંદાજ કરતાં બે દિવસ અગાઉ જ ચોમાસુ મહારાષ્ટ્રમાં દાખલ થયું છે. આ સાથે આગામી થોડા દિવસમાં ચોમાસુ આખા મહારાષ્ટ્રને વ્યાપી લેશે એવી માહિતી હવામાન ખાતા (આઈએમડી)એ આપી છે.

શનિવારે સવારે રત્નાગિરિ જિલ્લાના હર્ણે ખાતે ચોમાસાનું આગમન થયું. આ પછી ચોમાસુ દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર સાથે સોલાપુર અને મરાઠવાડાના અમુક ભાગોમાં આવરી લેશે એવી સુધારિત માહિતી હવામાન ખાતાએ આપી છે.11થી 15 જૂન દરમિયાન મુંબઈ અને પુણેમાં ચોમાસુ દાખલ થવાની શક્યતા સ્કાયમેટ દ્વારા વર્તાવવામાં આવી છે. આથી મુંબઈ અને મુંબઈગરાને ચોમાસાના પ્રથમ વરસાદના આનંદ માટે વધુ થોડા દિવસ વાટ જોવી પડશે.

3 જૂને લક્ષદ્વીપ અને દક્ષિણ કેરળમાં દાખલ થયેલું ચોમાસા આગામી થોડા કલાકમાં જ આખા કેરળ અને તામિલનાડુમાં પ્રવેશીને કર્ણાટકની કિનારપટ્ટી પર આવી ગયું છે. આ પછી આગામી થોડા કલાકમાં ગોવા સાથે કર્ણાટકનો બાકી ભાગ, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને દક્ષિણ કોંકણમાં ચોમાસુ પ્રવેશ્યું છે. હાલમાં ચોમાસાના આગમન માટે પોષક વાતાવરણ મહારાષ્ટ્રમાં તૈયાર થયું હોઈ આગામી થોડા દિવસમાં આખા મહારાષ્ટ્રમાં તે પ્રવેશશે, એમ હવામાન ખાતાએ જણાવ્યું હતું.

કોંકણમાં સરેરાશથી વધુ વરસાદ પડશે
ચોમાસાનો બીજો સુધારેલો અંદાજ હવામાન ખાતાએ 1 જૂને જારી કર્યો હતો. આ મુજબ જૂનથી સપ્ટેમ્બરમાં દેશભરમાં સરેરાશ 101 ટકા વરસાદની શક્યતા હવામાન ખાતા તરફથી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતાએ આ વર્ષે પહેલી વાર 36 હવામાન વિભાગના વરસાદનો અંદાજ વર્તાવ્યો છે. આ નવા સુધારેલો અંદાજ અનુસાર આ વખતે કોંકણમાં સરેરાશ વરસાદ કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. મરાઠવાડા અને દક્ષિણ- મધ્ય મહારાષ્ટ્રમાં સરેરાશ વરસાદ કરતાં ઓછો વરસાદ પડશે એવો અંદાજ હવામાન ખાતાએ વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...